________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ—શ્રાવકાચાર
કદાચિત્ કઈ મજૂર ગરીબ હોય અને ઉદરનિર્વાહ અર્થે વજન ઉઠાવવું કબૂલ પણ કરી લે, તે તેના પર દયા લાવી કામ લીધા વિના જ યથાશક્તિ સાતા ઉપજાવવી તે દયાળુ શ્રાવકનું કર્તવ્ય છે. પણ જે નીરોગી, હૃષ્ટપુષ્ટ, વજન ઉઠાવવાને સામર્થ્યવાન હોય તો પણ તેની પાસે શક્તિથી અધિક અથવા દેશકાલની પ્રચલિત મર્યાદાથી વધારે જે ઉપડાવે નહિ.
પશુ પર પ્રમાણસર ભાર ભર્યા પછી તે ઉપર સ્વારી કરે નહિ. સ્વારી કરવી હોય તે આ છે ભાર ભરે. મનુષ્યને વજન ઉઠાવવા આપતી વખતે પૂછી લે કે તું આટલું વજન ઉપાડી શકીશ? વધારે ઉઠાવવાનું કદી કહે નહિ. તથા સવામણ હોય તે વસ્તુને એક મણ છે એવું અસત્ય કદાપિ બોલે નહિ, તેમ જ ગજા ઉપરાંત વધુ પડતો પંથ કરાવે નહિ.
૫. ભરૂપાણયુએ–બહાર પાને વિગ પડાવે, અંતરાય પાડે તે અતિચાર લાગે. સ્વજન, મિત્ર, ગુમાસ્તા, દાસી, ગાય, ઘોડા, વગેરે પશુ પિતાને આશ્રિત રહેતાં હોય તેમને કોઇના આવેશમાં આવી છે કે ગુનાની શિક્ષા કરવા માટે અથવા મોંઘવારી કે દુષ્કાળાદિ પ્રસંગે ભૂખ્યા તરસ્યાં રાખે નહિ.
ભૂખ તરસથી કોઇ અને વેરની વૃદ્ધિ થાય છે, તેના આત્મામાં બહુ જ કલુષિત ભાવ રહે છે. તેથી ચીકણું કર્મ બંધાય છે. કેટલાક નિર્દય અને રવાથી લોકો વૃદ્ધાવસ્થાને કારણે અથવા રોગાદિથી નિર્બળ અને નિરુદ્યમી થયેલાં માતાપિતાદિ સ્વજન, દાસ, દાસી, ગાય, બળદ, આદિ પશુઓને નિઃસત્વ, વાસી અથવા ખરાબ ખોરાક આપે છે. નોકરોના પગાર ઘટાડી નાખે છે, ઘાસ, દાણાણી, વગેરે ખરાબ ખોરાક આપે છે તથા કમતી આપે છે.
દૂઝણ પશુ દૂધ આપતાં બંધ થાય એટલે તેને પેટપૂર્ણ ઘાસચારો કે ખાણ આપે નહિ, અને કેટલાક દુષ્ટ તો મૃતદની બની વૃદ્ધ અને નકામાં પશુઓને કસાઈખાને અથવા ખાટકીને વેચી દે છે. આવા ઘેર અન્યાય કરે છે. આવાં કામ કરવાં શ્રાવકને બિલકુલ ઉચિત નથી. કેમકે સુખ