________________
૬૫.
પ્રકરણ ૫ મું : સાગારી ધશ્રાવકાર લાગે. જેમ પુત્ર, ભાઈ, સ્ત્રી, મિત્ર, શત્રુ, દાસ, દાસી, આદિ મનુષ્ય, ગાય, ભેંશ, અશ્વ, આદિ પશુ, પોપટ, મેના, કૂકડા, આદિ પક્ષી, સાપ, અજગર, આદિ અપદ, ઈત્યાદિ પ્રાણીઓને દોરડેથી કે સાંકળથી બાંધે, હેડમાં નાંખે, હાથપગમાં બેડી નાખે, ખોડની સાથે. બાંધી મૂકે, મકાનમાં, પાંજરામાં કે ટોપલા વગેરેમાં પૂરે, આ પ્રમાણે બંધનમાં નાંખવાથી અતિચાર લાગે છે. કેમકે તે બિચારા જીવો પરવશ પડી અતિ કષ્ટ પામે છે, ગભરાય છે, તરફડે છે, માટે આવાં દયાહીન કૃત્ય શ્રાવકને કરવાં યંગ્ય નહિ.
કદાચિત્ કોઈ મનુષ્ય ગુનાહિત કૃત્ય કરવાથી શિક્ષાને પાત્ર જણાય તેમજ કઈ પશુ કાબુમાં રહેતું ન હોય, નુકસાન કરતું હોય અને તે વચનની શિક્ષા માત્રથી સમજતું ન હોય અને તેને કદાચ બંધનમાં નાખવાની ખાસ જરૂર પડે એ પ્રસંગે પ્રાપ્ત થતાં મજબૂત બંધને ન બાંધે કે જેથી તેને ઈજા પહોંચે અથવા આમતેમ ફરીહરી ન શકે, તેમજ અગ્નિ આદિ ઉપદ્રવ પ્રાપ્ત થતાં તે છૂટી પોતાને બચાવ પણ ન કરી શકે.
આવા ગાઢા બંધને બાંધવાથી કઈ વખતે તે જીવ મૃત્યુ પામી જાય તે પંચેન્દ્રિય જીવની હિંસાનું પાપ લાગી જાય છે. વળી, શ્રાવકોએ પક્ષીઓને પણ પાળવા ન જોઈએ. પક્ષીઓને પાંજરે પૂરી તેમને મેવા મિષ્ટાન ખવરાવે તો પણ તેને બંધન સમજી બહુ દુઃખી થાય છે. કદાચિત્ ઘાયલ થયેલ પક્ષીને તેની રક્ષા નિમિત્તે પાંજરામાં રાખવું પડે તો આરામ થયા બાદ બંધનમુક્ત કરી દેવું.
૨. વહે-કોઈ પણ પ્રાણીને પ્રહાર કરે, માર મારે તે અતિચાર લાગે. ઉપર કહ્યા પ્રમાણે કઈ ગુનેગાર વચનથી કે બંધનથી સમજતા ન હોય, તેમજ પશુ વગેરે સીધે રસ્તે ચાલતાં ન હોય. અને તેમને લાકડી, ચાબુક આદિથી પ્રહાર કરવાની જરૂર ઊભી થાય તે નિર્દયપણે એવો માર ન મારે છે, જેથી તેને અંગ ઉપર સેળ. ઊઠી આવે, લોહી નીકળે, મૂછિત થઈ જાય અને મૃત્યુને પ્રાપ્ત થાય.