________________
૬૯૪
જૈન તત્વપ્રકાશ કરે છે તેમને ઘણું કર્મો બંધાય છે, એવું જાણી શ્રાવક યથાશકિત સ્થાવર જીવેની પણ રક્ષા કરે છે અને કરાવે છે. ૦
પહેલા વતના ૫ અતિચાર ૧. બંધ–કેઈ જીવને ગાઢ બંધનમાં બાંધે તે અતિચાર
- ગ્રંથમાં કહ્યું છે કે, સાધુજી વીસ વસા દયા પાળે છે, સાધુની અપેક્ષા શ્રાવકની દયા સવા વસાની હોય છે, गाथा-जीव सुहुमा थूला, सकपा आरभ भवे दुविहा ।
सवराह निरवराह, साविक्खा एव निरविक्खा ॥ અર્થ–સાધુજી તા ત્રસ અને સ્થાવર બને પ્રકારના એની દયા પાળે છે, પરંતુ શ્રાવકથી સ્થાવરની દયા પાળવી દુર હોવાથી ૨૦ વસામાંથી ૧૦ વસા કમ થયા. સાધુજી તો સંકલ્પ કરી અથવા જાણીને તથા અજાણપણે એમ બને પ્રકારે હિંસાના ત્યાગી હોય છે, અને શ્રાવક સંકલ્પથી તા બસ જીવની હિંસાના ત્યાગી હોય છે, પરંતુ સ્થાવરના આરંભ કરતાં કદાચિત ત્રસ જીવની હિંસા પણ થઈ જાય છે, તેથી ૧૦ વસામાંથી ૫ વસા કમ .
સાધુ તો અપરાધ અને નિરપરાધી બનેની રક્ષા કરે છે અને શ્રાવકને તો નિરપરાધીને હણવાનો ત્યાગ છે, પરંતુ આ વ્રતની ધારણ કરનારા રાજ પણ હોય છે અને તેમને સંગ્રામાદિનો પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે. તથા અન્ય શ્રાવકને ચોરાદિનો પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે અને ચોર તથા શ મારવા માટે આવે તેને મારવાને પ્રસંગ પણ આવી જાય છે ઇત્યાદિ કારણોથી અપરાધીને રક્ષા કરવી દુર હોવાથી પ વસામાંથી રા વસા કમ થયા, હવે રતાધુ તા સાપેક્ષકારણવશાત અને નિરપેક્ષ-વિના કારણ બને પ્રકારના હિંસાના ત્યાગી છે, અને શ્રાવક નિરપેક્ષ હિંસાના તો ત્યાગી હોય છે, પરંતુ સાપેક્ષ હિંસાનો ત્યાગ કરવો દુષ્કર છે, કેમકે ચાલતા બળદ અશ્વાદિને ચાખૂ: આદિથી પ્રહાર કરે, તથા શરીરમાં કૃમિ આદિ જીવ સહેજે ઉત્પન્ન થાય તેને માટે જુલાબ આદિ ઔષધોપચાર કરે છે એટલા માટે ૨ વસામાંથી ૧ા વસો દયા જ પાળી શકે છે,
* ૧, જેમ કોઈને અમુક વસ્તુના પ્રત્યાખ્યાન હોય છતાં તે વસ્તુ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે તે અતિક્રમ; ૨. તે વસ્તુની પાસે જાય તે વ્યતિક્રમ; ૩. તેને ગ્રહણ કરી લે તે અતિચાર, અને, ૪. તે વસ્તુ ભોલે તો અનાચાર, અતિ કમનું પાપ પશ્ચાત્તાપ કરવાથી, વ્યતિક્રમનું પાપ આલોચનાથી, અતિચારનું પાપ પ્રાયશ્ચિતથી અને અનાયારનું પાપ મૂળ વતાચાર કરવાથી પ્રાયશ્ચિત થાય. આ ચાર પ્રકારના ઉપાયથી તે પાપ દૂર થાય છે આ ચાર પ્રકારનાં પાપમાંથી અતિચાર એ ત્રીજા પ્રકારનું પાપ જવું.