________________
૬૯૩
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર પીએ છે ! શ્રાવકે આ પ્રકારના વ્યસનના ફંદામાં કદાપિ ન ફસાવું જોઈએ અને ઉપર બતાવેલા અગ્નિના આરંભ સમારંભથી દૂર રહેવું જોઈએ. તેવી જ રીતે, ધર્મ નિમિત્તે ધૂપ, દીપ, યજ્ઞ, હવનાદિ પણ ન કરવો જોઈએ. અને ચૂલા, ભઠ્ઠી, દિવા, સગડી, આદિ સંસારાર્થે આરંભ કરવા પડે તે જેટલું બની શકે તેટલે ઓછામાં ઓછો આરંભ કરવો જોઈએ.
૪. વાયુકાય-પંખાથી, હિંડોળાથી, વાજિંત્ર વગાડવાથી, ઝાપટ નાંખવાથી, ફૂકવાથી અને ઉઘાડે મોઢે બોલવાથી વાયુકાયના જીવોની ઘાત થાય છે. વાયુના ઝપાટામાં આવીને ત્રસ જીવો પણ મરી જાય છે. તે તેની હિંસાથી જેટલે અંશે બચી શકાય તેટલે અંશે બચવા પ્રયત્ન કરો. વાયુકાયની રક્ષા થવી બહુ દુષ્કર છે.
૫. વનસ્પતિકાય–તેના ૩ પ્રકાર છે: ૧. ઘઉં, ચણા, જુવાર, બાજરી, આદિ ધાન્ય તથા સૂકાં બીજ, ગેટલી, વગેરેમાં એક જીવ હોય છે. ૨. કાચાં ફૂલ, ફળ, ભાજી, તરણાં, પાંદડાં, ડાંખળાં, વગેરેના સેયના અગ્રભાગ જેટલા એક ટુકડામાં અસંખ્યાતા જીવ હોય છે. અને, ૩. કંદમૂળ વગેરેમાં અનંત જીવ હોય છે. સચેત વસ્તુ ભેગવવાને ત્યાગ બને તો ઘણું ઉત્તમ છે, અન્ન વિના તે કામ ચાલવું દુષ્કર છે. પરંતુ લીલતરીના ભક્ષણથી તે જરૂર બચવું જોઈએ. અને કંદમૂલાદિને તે સ્પર્શ સરખે કરે પણ ઊચિત નથી, તે ભક્ષણ કરવાની વાત જ જ્યાં રહી? અર્થાત્ અનંતકાય કંદમૂલાદિ કદાપિ ખાવાં ન જ જોઈએ.
દયાળુ મનુષ્યો પાંચ ઈદ્રિયોમાંથી એકાદ ઈદ્રિય કાન, આંખ, વગેરે કેને ઓછી હોય અર્થાત્ બહેરા, આંધળા, મૂંગા કે લૂલા લંગડા હોય તે તેમને જોઈ દયા લાવે છે. તો બિચારા એકેન્દ્રિય જીવોને એક નહિ પણ ચાર ઈદ્રિયો ઓછી છે, માત્ર એક જ ઈદ્રિય છે, એટલે તેઓ તે વિશેષ દયાપાત્ર છે. સ્થાવર જીવો બિચારા કર્મોદયે કરી પરવશ પડેલા કૃતકના ફળે ભેગવી રહ્યા છે અને જેઓ તેમની ઘાત