________________
૬૯૨
જૈન તત્વ પ્રકાશ
કેટલાક ધર્મનિષ્ઠ શ્રાવકે સચેત પાણી પીવાના પણ પચ્ચખાણ. કરી લે છે. તથા પાણી ઘીની પેઠે વાપરે છે. ઘી તો નિર્જીવ છે. પણ પાણીમાં તે અસંખ્યાતા જીવ છે.
૩. તેઉકાય–અગ્નિ દશધારું ખડ્રગ છે. અર્થાત્ તેની દશે દિશાએથી ઝપટે ચડતા ત્રસ સ્થાવર જીવોનું તે ભક્ષણ કરી લે છે, એમ જાણી અગ્નિના આરંભથી આત્માને વિશેષતઃ બચાવવો જોઈએ. કેટલાક લોકોને ઓઢવા પહેરવાને અનેક વસ્ત્રોનો રોગ હોવા છતાં ગરીબની દેખાદેખીએ રસ્તાને કચરો એકઠો કરી તાપણું કરી તાપે છે અથવા સગડી વગેરેમાં છાણાં, લાકડાં, વગેરે સળગાવી તાપવા બેસે છે. ખેતીમાં ખૂબ ઉપયોગી થતું છાણ અને અન્ય રઈ વગેરે અનેક કાર્યમાં ઉપયોગી થતાં લાકડાંનો પોતાના ક્ષણિક સુખને માટે આ રીતે દુર્વ્યય કરે છે. આવી રીતે તાપવાથી રૂપને નાશ થાય છે; આગળના ભાગમાં ગરમી અને પૃષ્ઠ ભાગમાં શરદી સહેવાથી તંદુરસ્તીને હાનિ પહોંચે છે અને ભોગજેને કદાચ વસ્ત્રાદિને ઝાળ અડી જાય તો અકાળ મૃત્યુ પણ નીપજે છે.
વળી, કેટલાક લોકે લગ્નાદિ ઉત્સવમાં કે દીપોત્સવી આદિ પ્રસંગે ક્ષણિક મઝાને માટે દારૂખાનું ફડે છે, તેમાં અનેક ત્રસ જીવેની ઘાત ઉપરાંત ઘણી વાર મનુષ્યની તેમ જ માલમિલકતની પણ હાનિ થઈ જાય છે અને દ્રવ્યને પણ દુરુપગ થાય છે. માટે આ રિવાજ પણ અનર્થકારક છે. દીવાળીની લક્ષ્મીપૂજા લક્ષમીના આગમન માટે કરવામાં આવે છે, પણ ભલા ! લક્ષ્મીમાં આગ લગાડવાથી લક્ષમી કેવી રીતે આવશે? આ સિવાય હમણાં હમણાં તમાકુ પીવાનાં વ્યસનો પણ ખૂબજ જ વધી ગયાં છે. તમાકુમાં કશેય સ્વાદ નથી. ખાનાર, પીનાર કે સૂંઘનારના મેઢા અને નાકમાંથી દુર્ગધ નીકળે છે. હોઠ, હાથ અને કલેજામાં ડાઘ પડી જાય છે. કાળજું બળી જાય છે, ક્ષય વગેરે રોગની ઉત્પત્તિ થાય છે. અને વખતે અકાળ મૃત્યુ પણ થાય છે. ઈત્યાદિ હાનિઓને પ્રત્યક્ષ જાણવા છતાં પણ હુકકા, ચલમ, બીડી, સિગારેટ, આદિ