________________
પ્રકરણ ૫ મું : સાગારી–ધર્મ શ્રાવકાચાર
૬૯૧ વગેરે પાણીમાં નાંખે છે, તેના પરિણામે પાણી ગરમ થઈ તેમાં રહેલા મચ્છાદિ પંચેનિદ્રય જીવ પણ મરી જાય છે. તે પછી પોરા વગેરે નાના જીવોનું તે કહેવું જ શું?
રાખમાં પણ ક્ષાર હોવાથી રાખ મિશ્રિત પાણીને વેગ જેટલે દૂર પહોંચે છે, તેટલે દૂર સુધીના ત્રણ સ્થાવર જીવો મરી જવા પામે છે. મરનાર તે મરે છે, તે તે તે જ ક્ષણે જે ગતિમાં જવાનો હોય છે ત્યાં ચાલ્યા જાય છે, ત્યાંનું જેટલું આયુષ્ય બાંધ્યું હશે તે પૂર્ણ કર્યા વિના ત્યાંથી તે નીકળવાનું નથી એ નિશ્ચય રાખજે.
ઘણું પાપ કરીને નરકે ગયેલ મનુષ્યની રાખ કે હાડકાં ગંગાજીમાં પધરાવશો તે પણ તે જીવ નરકમાંથી ઉડીને સ્વર્ગમાં પહોંચવાને નથી જ. વળી, કેટલાક અજ્ઞાની મનુષ્ય ગ્રહણની છાયાથી બચવા માટે ઘરમાંનું ઢાંકેલું પાણી તે બહાર ફેંકી દે છે. પણ નદી, કૂવા, વગેરેનું વગર ઢાંકેલું પાણી પવિત્ર માની પાછું ઘરમાં લઈ આવે છે !! એમને પૂછીએ કે, ભાઈ! પાણીને ગ્રહણ લાગ્યું અને દુધ, દહીં, ઘી, તેલ, વગેરેને શા સારુ ન લાગ્યું ? ખરું કારણ તે એ છે કે, ઉક્ત પદાર્થોના પૈસા બેસે છે અને પાણી તો મક્ત મળે છે. આથી પાણીને વ્યય કરવામાં ઘણી બેદરકારી રાખે છે. આ લકે એટલું નથી સમજતા કે પાણી તો જગત બધાનું જીવન છે.
દૂધ-ઘી વિના તે કરોડો મનુષ્ય આખો જન્મ વ્યતીત કરી દે છે, પરંતુ પાણી વિને એક દિવસ કાઢ પણ મહા મુશ્કેલ થઈ પડે છે, તેથી પાણી તે બધા પદાર્થથી અધિક મૂલ્યવાન છે એવું જાણી શ્રાવક, મિથ્યાત્વીની દેખાદેખીએ આવા પાપ કદાપિ કરતું નથી, અર્થાત્ ગ્રહણાદિ પ્રસંગે પાણી ફેંકી દેતો નથી, પાણીમાં હાડકાં કે રાખ નાખતું નથી, પાણીમાં પડી સ્નાન કરતો નથી, અણગળ પાણી પીતે કે વાપરતે નથી, વિના પ્રયજન પાછું ઢળતો નથી, હોળીના તહેવારે પાણી ઉછાળવું, રંગ છાંટવા, કોઈને રળવા, વગેરે કરીને પાણીનું નુકસાન કરૌં નથી.