________________
પ્રકરણ ૫ મુ : સાગારી–ધર્મ શ્રાવાયાર
૬૮૯
૧૦. ચૂલા, પાણિયારાં, ઘંટી, ખાણિયે, રસોડું, જમવા બેસવાનું સ્થાન, વગેરે ઉપર ચંદરવા ન બાંધવાથી ઉપર છાપરામાં ચાલતા જીવો તેમાં પડી મૃત્યુ પામે છે અને વસ્તુની ખરાબી થવા પામે છે.
૧૧. અણગળ પાણી પીવા કે વાપરવાથી તેમજ પાણી ગળ્યા બાદ સંખાળાનું બરાબર જતન ન કરવાથી પણ ત્રસ જીવોની ઘાતક થાય છે.
૧૨. ધાન્યને, કરિયાણાને, મિલ જિનને, મેવા મીઠાઈને, તેલ, ઈત્યાદિ રસનો, લાખો, ગળીનો, છાણાં, લાકડાને, ભાજી, ફળને, ઈત્યાદિ વેપારમાં વિશેષ કરીને ત્રસ જીવોની ઘાત થાય છે.
૧૩. દૂધ, દહીં, ઘી, તેલ, છાશ, પાણી, મુરબ્બા, ઈત્યાદિ પ્રવાહી કે અર્ધ પ્રવાહી પદાર્થોનાં વાસણ તેમજ દવા, ચૂલા, સગડી, ખાલી વાસણ, ઈત્યાદિ ખુલ્લાં વગર ઢાંકેલાં–રાખવાથી ઊંદર વગેરે ત્રસ જીવ તેમાં પડી મૃત્યુ પામે છે.
*सूक्ष्मानि जति जलाश्रयानि, जलस्य वर्णाकतेसंस्थितानि । तस्माज्जल जीवदयानिमित्तं, निम्र थशूराः परिवर्जयन्ति ॥
અર્થ–ભાગવતપુરાણમાં કહ્યું છે કે પાણીના જેવા જ રંગવાળા અનેક સૂમ જીવો પાણી માં રહે છે, તેથી નિગ્રંથશરોએ-મુનિઓએ જીવદયા નિમિત્તે સંચેત (કાયું) પાણી તથા અણગળ પાણી વાપરવું તેમજ પીવું નહિ,
विशत्यगुलमानतु त्रिशद गुलमायत। तद्धस्त्र द्विगुणीक य, पालयेज्जलमापियन् ॥ तस्मिन् वस्त्रे स्थितान् जीवान् , स्थापयेज्जलमध्ये तु । अवं कृत्वा पिबेज्जल, स याति परमां गति ॥
અર્થ–૨૦ આંગળ પહોળું અને ૩૦ આંગળ લાંબુ એવું વસ્ત્ર બેવડું કરીને તેના વડે ગળાયેલું પાણી પીવું, પાણી ગાળતાં ગળણામાં રહી ગયેલા જીવોને જે ઠેકાણેથી પાણી ભરી લાવ્યા હોઈએ તે જ પાણીમાં પાછા નાખી દેવા; આ વિધિ સાચવી પાણી પીનારા પરમગતિને પામે છે, આમ મહાભારતમાં કહ્યું છે,
४४