________________
પ્રકરણ ૫ મું સાગારી ધર્મ-શ્રાવકાચાર
૬૭૫ શક્તિએ સ્વજન મિત્રોને સહાય ન કરવી, ઈત્યાદિ કાર્યો આ લોક વિરુદ્ધનાં ગણાય છે, અને કેટવાળી, ઈજારા રાખવા, વન કપાવવાં, ઈત્યાદિ કાર્યો યદ્યપિ લેક વિરુદ્ધ ગણાતાં નથી. તથાપિ પરલોકમાં દુઃખપ્રદ નીવડે છે, અને સાત + દુર્બસનું સેવન બને લેાક વિરુદ્ધ અને દુખપ્રદ કર્મ છે. આ ત્રણે પ્રકારનાં નિંદનીય કર્મોને પરિત્યાગ કરી શ્રાવક જગજ્જનને પ્રીતિપાત્ર બને છે. x द्युतं च मांस च सुरा च वेश्या, पापार्ध चारी परदार सेवा ।
एतानि सप्तानि व्यसनानि लेोके, घोरातिघोरं नरक नयन्ति॥
અર્થ :-૧. જુગાર-હાર જીતનાં જેટલાં કામ તથા ખેલ છે તે બધા જુગારમાં ગણાય છે. ચોપટ તથા ગંજીપાના ખેલ તથા સટ્ટાને ધંધે તે પણ જુગાર કહે વાય છે. જુગાર એ મનુષ્યની બુદ્ધિને તથા તેના સદ્ગણ અને સુખ સંપત્તિને નાશ કરી તેને દુર્ગુણ અને દુઃખી બનાવી દે છે.
૨. માંસને આહાર પણ હિંસાની વૃદ્ધિ કરનાર, સ્વભાવને કુર બનાવનાર તથા કુષ્ટ આદિ રોગોને ઉત્પાદક હોય છે. વળી, પશુઓના તરફ નિર્દયી બનેલાં મનુષ્યો સમય પર મનુષ્યનાં પણ ઘાતક બને છે. અને તેનાં પરિણામે તેને નરકનાં ઘેર દુઃખ ભોગવવાં પડે છે.
૩. મદિરાપાન પણ શુદ્ધિ, બુદ્ધિ, રૂપનો, બળને, ધનનો અને આબરૂને નાશ કરે છે. દારૂના નશામાં ભાન ભૂલી ન કરવાનું કરે છે. માતા, ભગિની, આદિથી વ્યભિચાર સેવે છે અને કલેશની વૃદ્ધિ કરી નરકમાં જાય છે.
૪. વેશ્યાગમન કરનાર પિતાની તિથી, ધર્મથી અને સમાજથી ભ્રષ્ટ થઈ ઈજતને નાશ કરે છે, તથા ચાંદી, પ્રમેહ, બદગાંઠ, આદિ ભયંકર રોગોને ભોગ બની સડીને અકાળે મૃત્યુ પામે છે અને નરકગામી થાય છે.
૫. શિકાર કરવાવાળા પણ અનાથ, ગરીબ નિરપરાધી પશુઓ કે જેઓ બિચારાં ઘાસ, પાણી આદિ જે કંઈ થોડું ઘણું મળે તેનાથી નિર્વાહ ચલાવી માનવજાત પર ઉપકાર કરે છે એવાં પશુઓ તથા જલચર, ખેચર આદિ જીવોની નિર્દયપણે હિંસા કરે છે તે મૃત્યુને અંતે નરકગામી થઈ પરમાધામીના શિકાર બનશે અને મહા ભયંકર દુઃખ પામશે.
૬-૭. ચેરી અને પરસ્ત્રીગમન કરનાર પણ જગતમાં તિરસ્કૃત થઈ રાજા કે સમાજને અપરાધી બની ઘણું દુઃખ પામે છે અને મરીને નરકે જાય છે.
આ સાતે વ્યસને આ લેક અને પરલોકમાં દુઃખદાતા હોવાથી ઉભયલેક વિરુદ્ધ ગણાય છે.