________________
પ્રકરણ ૫ મું : સાગારી-ધમ શ્રાવકાચાર
૬૮૫. કહેવાય છે. આણુ એટલે પાતળું. કર્મને પાતળાં પાડનાર હોવાથી પણ તે વ્રતે અવ્રત કહેવાય છે. તેના પાંચ પ્રકાર છે.
પહેલું અણુવ્રત સ્થૂલ પ્રાણુતિપાત વિરમણ
પહેલા અણુ–નાના વ્રતમાં શ્રાવકે સ્કૂલ જીવોની હિંસાથી નિવર્તવું. જીવ બે પ્રકારના હોય છેઃ ૧. સ્થાવર જીવ અને, ૨. ત્રસ જીવ, તે સ્થૂલ. તેમાં ગૃહસ્થોને સ્થાવર જીવોની હિંસાથી નિવર્તવું દુષ્કર છે. કારણ કે સંસાર સંબંધી અનેક કાર્યોમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરો અને વનસ્પતિની હિંસા કરવાનો પ્રસંગ શ્રાવકોને વારંવાર પ્રાપ્ત થાય છે. એટલા માટે “સ્કૂલ પાણાઈવાયાઓ રમણ” અર્થાત્ સ્થૂલ ત્રસ જીવ. (બે ઇંદ્રિયથી પંચેન્દ્રિય સુધીના)ને જાણીને, પ્રીછીને એટલે ઓળખીને, મારવાનો સંકલ્પ કરીને આકુટ્ટિ-જાણી જોઈને ઉદેશીને સ્વયં હશે નહિ અને બીજા પાસે હણાવે નહિ એમ ૨ પ્રકારના કરણ અને મનથી હણવા હણાવવાને વિચાર કરે નહિ, વચનથી હણવા હણાવવાનું કહે નહિ, અને કાયાથી હણવા હણાવવાનાં કૃત્ય કરે નહિ, એ રીતે બે કરણ અને ત્રણ વેગથી ત્રસની હિંસાની નિવૃત્તિરૂપ વ્રતનું આચરણ કરે.
પહેલા વ્રતના આગાર–૧. ગૃહસ્થને ત્રસ જીવની હિંસાનાં કાર્યની અનમેદના-પ્રશંસાથી નિવર્તવું દુર્લભ છે. કેમ કે નોકર વગેરે દ્વારા કરાવેલાં ગૃહકાર્યોમાં કેઈ જીવની હિંસા થઈ ગઈ હોય તે પણ તે કાર્યને ભલું બતાવે છે. તથા રાજા પ્રમુખ સાથેના સંગ્રામમાં વેરીને પરાજય કરી આવ્યા હોય તેની પ્રશંસા જનતાની સમક્ષ કરવી પડે, નજરાણાં તથા ઉત્સવ પણ કરવા પડે. ઈત્યાદિ કારણથી અનુમોદન કરવાને આગાર રાખે છે.
૨. પિતાના શરીરમાં કે માત, પિતા, સ્ત્રી, પુત્રાદિ સ્વજનના શરીરમાં દાસ, દાસી, ગાય, ભેંસ, ઘેડા, ઈત્યાદિ આશ્રિતના શરીરમાં કૃમિ આદિ છત્પત્તિ થઈ ગઈ હોય તે તેને માટે જુલાબ વગેરે ઔષધ, મલમપટા, આદિ ઉપચાર કરવા પડે છે.
૩. પરચકી આદિ શત્રુ તથા ચેર, ધાડપાડુ, વગેરે પોતાને મારવાને આવ્યા હોય, તેને પોતાની અને પોતાના કુટુંબ આશ્રિત વગેરેની રક્ષામાટે સંગ્રામ કરવો પડે-મારવા પડે.