________________
૬૮૪
જૈન તત્ત્વ પ્રકાશ નિવારી વિષય અરુ, ભજન અભક્ષ્ય પ્રીતિ,
ઈદ્રિયકો જીતી, ચિત્ત સ્થિરતા ગહત હૈ, દયાભાવ સદા ધરે, મિત્રતા પ્રમાણ કરે,
પાપ મલ પંક હરે, શ્રાવક સે કહત હૈ. અર્થ–સમતિ પ્રાપ્ત કર્યા પછી જે શ્રાવક વ્રત ધારણ કરે છે તે મિથ્યાત્વના બધા રીતરિવાજને છોડી દે છે. અને અણુવ્રત, ગુણવ્રત તથા શીલત્રતનું પાલન કરે છે. અવસર પ્રાપ્ત થતાં શ્રાવકની ૧૧ પડિમા પણ આદરે છે. આવા શ્રાવકે વીતરાગની આજ્ઞામાં જ ધર્મ માને છે. સદૈવ મુનિરાજોની સેવા કરતા રહે છે, વિષય કષાય મંદ પાડવામાં નિરંતર ઉદ્યમી રહે છે. રસેન્દ્રિયને કાબૂમાં રાખી ઈન્દ્રિયની લોલુપતાને ત્યાગ કરે છે, જિતેન્દ્રિય થઈને ચિત્તવૃત્તિને સ્થિર કરે છે. સર્વ પ્રાણીઓ પર દયાભાવ તથા મૈત્રી ભાવ રાખે છે. અનાથ, અપંગ, દુઃખી જેને યથાશક્તિ સહાય કરે છે અને કઠોર વૃત્તિનો ત્યાગ કરી સદા નમ્રભાવ ધારણ કરે છે. આટલા ગુણોન ધારક હોય તે શ્રાવક કહેવાય છે.
શ્રાવકનાં ૧૨ વ્રત જેવી રીતે તળાવમાં પાણીની આવક રોકવા માટે તેમાં જે જે પાણ આવવાનાં નાળાં હોય તેને બંધ કરી દેવાં પડે છે, તેવી રીતે આત્મારૂપ તળાવમાં પાપરૂપ પાણી આવતું રોકવા માટે ઈચ્છાનું નિરૂધન કરવું પડે છે. ઈચ્છાઓને રોકી પાપથી વિરમવું તેને વ્રત કહેવામાં આવે છે. આ વ્રતે બે પ્રકારે ગ્રહણ કરી શકાય છે. ૧. જેઓ સર્વથા પાપ વ્યાપારથી નિવતે છે તેવા સાધુ સર્વવિરતિ કહેવાય છે. અને, ૨. જેઓ આવશ્યકતા અનુસાર છૂટ રાખી શક્તિ પ્રમાણે ઈછાનો નિરોધ કરે છે તેઓ દેશવિરતિ (શ્રાવક) કહેવાય છે. તેમનાં ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એ પ્રમાણે બાર વ્રત હોય છે.
પ અણુવ્રત જેમ પિતાની અપેક્ષાએ પુત્ર નાનું હોય છે તેવી જ રીતે આ પાંચ વ્રતે સાધુઓનાં પાંચ મહાવ્રતના મુકાબલે નાનાં હોવાથી અણુવ્રતા