________________
૬૮૩:
પ્રકરણ ૫ મું : સાગારી–ધર્મ: શ્રાવકાચાર
૧૬ ઉત્તમ શ્રાવક–મિથ્યાત્વના કરતાં અનંત ગણ વિશુદ્ધ પર્યાયને ધારક હોવાથી ઉત્તમ છે.
૧૭. કિયાવાદી–શ્રાવક પુણ્ય પાપનાં ફળને માનનાર તથા બંધક્ષને માનવાવાળે હોવાથી કિયાવાદી છે.
૧૮. આસ્તિક-શ્રી જિનેન્દ્રનાં તથા સુસાધુનાં વચને પર શ્રાવકને પ્રતીતિ હોય છે, તેથી તે આરિતક છે.
૧૯. આરાધક-શ્રાવક જિનાજ્ઞાનુસાર ધર્મકરણ કરતે હોવાથી આરાધક છે.
૨૦. જૈન માર્ગનો પ્રભાવક-શ્રાવક મનથી સર્વ જીવો પર મૈત્રીભાવ રાખે છે, ગુણાધિક પ્રત્યે પ્રમાદ (હર્ષ) ભાવ રાખે છે. દુઃખી જી પર કરુણા ભાવ રાખે છે અને દુષ્ટ તરફ માધ્યસ્થ ભાવ રાખે છે. વચનથી તથ્ય પશ્ય વચચ્ચાર કરે છે. તથા સમકિતીથી માંડીને સિદ્ધ ભગવંત પર્યત ગુણવંતનાં ગુણકીર્તન કરે છે અને ધનથી ધર્મોન્નતિનાં કાર્યોમાં ઉદારતા અને વિવેકપૂર્વક દ્રવ્યનો નિરંતર સદવ્યય કરતો હોવાથી તે જૈન ધર્મને પ્રભાવક, જિનશાસનનો દીપાવનાર હોય છે.
૨૧. અર્વતના શિષ્ય–અહત અર્થાત્ તીર્થકર દેવના યેષ્ઠ શિષ્ય તે સાધુ અને લઘુ શિષ્ય તે શ્રાવક એટલે શ્રાવક તે અરિહંત ભગવાનના શિષ્ય છે.
ઉક્ત ૨૧ ગુણ અને લક્ષણ અર્થાત્ ચિહ્ન જેમનામાં હોય તે જ સુશ્રાવક કહેવાય છે. આ શ્રાવકે બાર પ્રકારનાં વ્રતોનું આચરણ કરે છે.
શ્રાવકના ગુણ
(મનહર છંદ) મિથ્યા મતભેદ ટાળી, ભયા અણુવ્રત ધારી;
એકાદશ ભેદ ભારી, હિરદ વહત હૈ, સેવા જિનરાજકી હૈ, યહ સિરતાજકી હૈ,
ભક્તિ મુનિરાજકી હ, ચિત્તમેં ચહત હૈ,