________________
૬૮૬
જેન તત્વ પ્રકાશ ૪. પૃથ્વી દતાં કદાચિત્ ત્રસ જીવની ઘાત થઈ જાય, પાણી ગળીને વાપરવા છતાં સૂકમ ત્રસ જીવ તેમાં રહી જાય. અનિને આરંભ કરતાં તેમાં ત્રસ જીવ પડી જાય, વાયુની ઝપટમાં આવીને ત્રસ જીવ મરી જાય, વનસ્પતિના છેદન ભેદન કરતાં તેમાંના ત્રસ જીવ મરી જાય, ગમનાગમન કરતાં કે શયનાશન કરતાં કોઈ ત્રસ જીવ ચંપાઈને મરી જાય; આમ બચાવવાનો ઉપગ રાખવા છતાં પણ ત્રસ જીવની હિંસા થઈ જાય તેનું પાપ લાગે છે, પણ વ્રતને ભંગ થતું નથી.
બાર પ્રકારનાં અત્રત કહ્યાં છે. ૬ છ કાયનાં અવત, ૫ પાંચ ઇદ્રિનાં અને ૧ મનનું. આ બાર અવતમાંથી પંચમ ગુણસ્થાનવતી શ્રાવકને ત્રસ જીવના એક અત્રત સિવાય બાકીનાં ૧૧ અત્રત્ત લાગે છે. ત્રસ જીવની હિંસા થાય તેવાં કાર્યો જાણીબૂઝીને કરે તે શ્રાવક નહિ. એટલા માટે જે જે કાર્યોમાં ત્રસ જીવોની હિંસા થતી હોય તેવાં કાર્યોમાંથી કેટલાક અહીં દર્શાવીએ છીએ, તેનાથી શ્રાવકે નિવૃત્ત થવું જોઈએ.
૧. પ્રહર રાત્રિ ગયા બાદ અને સૂર્યોદય પહેલાં બુલંદ અવાજે બાલવું નહિ. કેમકે આવા અવાજથી હિંસક પ્રાણીઓ જાગૃત થઈ હિંસામાં પ્રવર્તે, નજીકમાં રહેનાર મનુષ્ય, પશુ જાગૃત થઈ મિથુન,
ખાંડવું, પીસવું, રાંધવું, ઈત્યાદિ આરંભ કરવા લાગી જાય છે. માટે ઉક્ત સમયે જોરથી બોલવું નહિ.
૨. રાત્રિના સમયે રાંધવું, ઝાડુ કાઢવું, છાશ ફેરવવી, સ્નાન કરવું, કપડાં ધોવાં, મુસાફરી કરવી, ખાનપાન કરવું વગેરે પ્રવૃત્તિઓથી
* मृतस्वजनगोपि सूतक जायते किल । ___अस्त गते दिनानाथे, भोजन क्रियते कथ? ॥१॥
અર્થ–સ્વજન, સ્વગેત્રીનું મૃત્યુ થઈ ગયું હોય તો સૂતક પાળી આપણે ભોજન કરતા નથી, તે પછી દિનને નાથ સુર્ય અસ્ત થઈ ગયા બાદ ભોજન શી રીતે કરી શકાય ?