________________
૬૮૨
જૈન તત્ત્વ પ્રકાશ ૯ મહા સંગવિહારી-શ્રાવક નિવૃત્તિ માર્ગમાં વૈરાગ્યમાં) જ સદૈવ તલ્લીન રહેતા હોવાથી મહા સંવેગવિહારી હોય છે.
૧૦. ઉદાસી-શ્રાવક સંસાર ઈ જે હિંસાદિ અકૃત્ય કરવાં પડે તે કરવા છતાં તેમાં ઉદાસીન (રુક્ષ) વૃત્તિ રાખે છે.
૧૧. વૈરાગ્યવંત-શ્રાવક આરંભ અને પરિગ્રહથી નિવૃત્તિનો ઇરછુક હોવાથી વૈરાગ્યવંત હોય છે.
૧૨. એકાંત આર્ય–શ્રાવક બાહ્યાભંતર એકસરખી શુદ્ધ અને સરળ વૃત્તિવાળો હોય છે. આદરૂપ, નિષ્કપટી હોવાથી તે એકાંત આર્ય કહેવાય છે.
૧૩. સમ્યગમાગી–સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ માર્ગમાં ચાલતો હોવાથી શ્રાવક સમ્યગ્યાગ કહેવાય છે.
૧૪. સુસાધુ-શ્રાવકે પરિણામથી તે અવ્રતની ક્રિયાઓનું રૂંધન સર્વથા કરી દીધું હોય છે. ફક્ત સંસારના કાર્ય અર્થે જે દ્રવ્યહિંસા કરવામાં આવે છે તે પણ અનિચ્છાએ, નિરુપાયે X અને ઉદાસીન ભાવે કરવી પડે છે તે કરવા છતાં પણ ધર્મની વૃદ્ધિ કરતો. રહે છે તેથી તથા આત્મસાધન કરનાર અર્થાત્ મોક્ષ માગને સાધક હોવાથી સુસાધુ કહેવાય છે.
૧૫. સુપાત્ર-સુવર્ણપાત્રમાં જેમ સિંહણનું દૂધ જળવાઈ શકે છે તેમ શ્રાવકમાં સમ્યફવાદિ સદ્ગુણે સુરક્ષિત રહી શકતા હોવાથી તે સુપાત્ર કહેવાય છે અથવા શ્રાવકને આપેલી સહાય નિરર્થક થતી નથી તેથી તે સુપાત્ર છે.
૪ હિંસા-અહિંસાની ભગી–૧. દવે અને ભાવે હિંસા તે કસાઈ પારધિ વગેરે જીવહિંસા કરે છે તે. ૨. દ્રવ્યથી હિંસા અને ભાવથી અહિંસા. તે પંચ મહાવ્રતધારી હિંસાના ત્યાગી સાધુથી આહાર વિહારાદિ પ્રવૃત્તિ કરતાં ઉગ રાખવા છતાં જે હિંસા થઈ જાય છે. ૩. દ્રવ્યથી અહિંસા ભાવથી હિંસા. તે અદ્રવ્ય કે વ્યલિંગી સાધુ પ્રમાર્જનાદિ કરી ગમનાગમનાદિ ક્રિયા કરે છે તે અને ૪. દ્રવ્યથી અહિંસા અને ભાવથી પણ અહિંસા તે અપ્રમાદી. તથા કેવળી સાધુની અહિંસા.