________________
જેન તત્વ પ્રકાશ ર૦. પરહિત કર્તા હેય–યથાશક્તિ અને યાચિત સદૈવ પર ઉપકાર કરતો રહે. કદાપિ પરોપકારનાં કામ કરવા જતાં પોતાને દુઃખ કિંવા કોઈ પ્રકારની હાનિ થતી હોય તો પણ પરોપકાર કરવાથી વંચિત રહે નહિ. ઘોઘારાવ રતાં વિમુતયઃ સ પુરુષોની વિભૂતિઓ પરોપકારને અર્થે જ હોય છે, વળી પણ કહ્યું છે કે, પોપાય જુવાર અર્થાત્ પરોપકાર કરવો એ જ પુણ્ય છે.
૨૧. લબ્ધલક્ષી હોય–જેમ લેભીને ધનની તૃષ્ણા હોય અને કામીને સ્ત્રીની લાલસા હોય છે, તેમ શ્રાવકને જ્ઞાનાદિ ગુણની લાલસા હોય છે નિત્ય થોડું થોડું જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવાથી પંડિત થઈ શકાય છે. “પઢતાં પંડિત નીપજે, લખતાં લહિયે થાય” આવું
પજે, લખતાલ જાણે શ્રાવક સદૈવ ન નવા અભ્યાસ કરતો રહે છે. અને આ રીતે
આસ લબ્ધલક્ષી–ધ્યેયની પ્રાપ્તિ કરનારો બને છે. તથા જે જે ગુણવાનની સંગતિ થાય તેમના એક એક ગુણને ગ્રહણ કરતાં કરતાં અનેક ગુણોને ધારક બની જાય છે. તેવી જ રીતે શ્રાવક અનેક શાસ્ત્ર અને ગ્રંથેના પઠન પાઠન કરનારા હોય.
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૧ મા અધ્યયનમાં કહ્યું છે કે, “નિરાશે પાચળે, સાવ સેડવ #વિગ” અર્થાત્ ચમ્પા નગરીનો પાલિત શ્રાવક નિગ્રંથ પ્રવચનમાં કેવિદ એટલે પ્રવીણ હતું. અને રર મા અધ્યયનમાં કહ્યું છે કે, “શિવત્તા વસુયા ” અર્થાત્ રાજેમતીજી શીલવંત અને બહુશ્રુત હતાં. આવાં આવાં અનેક ઉદાહરણ છે. તેને સારાંશ એ છે કે, ભૂતકાળમાં શ્રાવક શ્રાવિકાઓ અનેક શાનાં જાણકાર બનતાં હતાં. આવું જાણે સામાયિકથી શરૂ કરી દ્વાદશાંગી સુધી જ્ઞાનને તથા સમ્યકત્વથી માંડી સર્વ વિરતીની ક્રિયા સુધીનો અભ્યાસ કરતાં કરતાં અવસર પ્રાપ્ત થયે સર્વ ગુણના ધારક બની જાય છે.
ઉક્ત ર૧ પ્રકારના ગુણના જે ધારક હોય છે તે શ્રાવક કહેવાય છે એવું જાણી શ્રાવક નામ ધરાવનારનું કર્તવ્ય છે કે, એકવીસ ગુણોમાંથી યથાશક્તિ ગુણોને સ્વીકાર કરે.