________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૬૭૮ ૧૮. વિનીત હાય-વિનો ઝીણાસળે મૂરો અર્થાત જિનશાસનમાં ધર્મનું મૂળ વિનય કહ્યું છે. એવું જાણી માતા, પિતા, વડીલ ભાઈ, ગુરુ, આદ વડેરાઓને યાચિત વિનય કરે. તેમ જ બધાની સાથે નમ્રભાવે વતે. ગુરુનો યથાયોગ્ય વિનય સાચવે.
૧૯, કૃતજ્ઞ હેડય–કરેલા ઉપકારને જાણવા તેનું નામ કૃતજ્ઞતા. કેઈએ આપણા ઉપર કિંચિત્ માત્ર પણ ઉપકાર કર્યો હોય તે તેને મહાન ઉપકાર માની ઉપકારથી ત્રણx (દેવા)માંથી મુક્ત થવાને યથાશક્તિ પ્રયત્ન કરે, કરેલા ઉપકારને એળવવો તે કૃતળતા, કૃતની મનુષ્ય આ પૃથ્વીને ભારરૂપ કહ્યો છે.
* શ્રી ઠાણાંગ સૂત્રમાં ૩ જણનાં ગુણને બદલે વાળવો મુશ્કેલ કહેલ છે.
૧ ગર્ભ ધારણ કર્યો ત્યારથી 4 વય થતાં સુધી અનેક કષ્ટો સ્વયં સહન કરી અનેક ઉપાયો દ્વારા રક્ષણ કરનાર માતા અને પિતાને કઈ પુત્ર સ્વયં સ્નાનાદિ કરાવે, વસ્ત્ર-આભૂ ણથી અલંકૃત કરે, ઈચ્છિત ભેજન આપે અને આજ્ઞાનુસાર વર્તન કરી તેમને સંતુષ્ટ રાખે-હિં બહુના કંધ પર બેસાડી ફેરવે છતાં પણ ગુનો બદલે મળે નહિ પરંતુ જિતેંદ્ર પ્રણીત ધર્મ તેમને અંગીકાર કરાવી, સમાધિ મરણ કરાવે તો ઋણ મુક્ત થઈ શકે.
૨ કઈ શેઠે કઈ દરિદ્રને દ્રવ્યાદિની મદદ આપી ધંધે ચડાવ્યો અને શ્રીમંત બનાવી દીધું. પછી કર્મયોગે તે શેઠ દરિદ્ર બની ગયા, તે વખતે તે ગુમાસ્ત શેડને પોતાની બધી લકમી અર્પણ કરી દે અને ઉપર્યુક્ત કથનાનુસાર આખી જિંદગી તેનો દાસ થઈ સેવા કરે તો પણ ઋણમુક્ત ન થાય, પરંતુ જિદ્રભાષિત ધર્મમાં સ્થાપી સમાધિ મરણ કરાવે તો ત્રણમુક્ત થાય.
૩ કોઈ ધર્માચાર્યના ધર્મોપદેશથી ધર્મ પામી ધર્મારાધનના પરિણામે દેવગતિ પામ્ય, તે દેવ તે આચાર્યની યોચિત ભક્તિ કરે. પરિષહ-ઉપસર્ગ, દુર્ભિશ્વ, દુષ્કાળાદિથી તેમનું સંરક્ષણ કરે ઈત્યાદિ વૈયાવૃત્ય કરવા છતાં ઋણમુક્ત ન થાય. પરંતુ કદાચિત કર્મયોગે આચાર્ય મહારાજના પરિણામ ધર્મથી–સંયમથી ચલિત થઈ જાય તે તેમને યાચિત ઉપા દ્વારા ધર્મમાં–સંયમમાં સ્થિર કરી. દે તે દેવામાંથી મુક્ત થાય. ___x न मे के पर्वता भारा, न मे भाराः सर्वसागराः ।
कृतघ्नास्तु महा भारा, भारा विश्वासघातकाः ॥ અર્થ–પૃથ્વી કહે છે કે, મને પર્વતને કે સમુદ્રોને ભાર લાગત. નથી પણ કૃતની અને વિશ્વાસઘાતીનો મને ઘણે ભાર લાગે છે.