________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૬૭૭ ૧૧, મધ્યસ્થ હેય-સારી કે માઠી વાત સાંભળીને અથવા ભલી બૂરી વસ્તુને જોઈને રાગ તથા ષમય પરિણામ કરે નહિ. તેવી જ રીતે, કઈ પણ પદાર્થમાં અત્યંત આસક્તિ ધારણ કરે નહિ. કેમકે રાગદ્વેષ અને વૃદ્ધતા એ ચીકણાં કર્મ બાંધવાનાં મુખ્ય કારણ છે.* આમ વિચારી શ્રાવક સર્વ પદાર્થોમાં અને સારા માઠા બનાવોમાં મધ્યસ્થ રહે, રુક્ષ, શુષ્કવૃત્તિ ધારણ કરે છે જેથી ચીકણું કર્મો બંધાય નહિ, અને પૂર્વોપાર્જિત કર્મ શિથિલ થઈ જાય, જેથી શીઘ તેને છુટકારો થઈ જાય.
૧૨. સુદષ્ટિવંત હેય–ઇદ્રિમાં વિકાર ઉત્પન્ન કરવાવાળા પદાર્થોનું અવલોકન કરી અંતઃકરણને મલિન ન બનાવે. દષ્ટિને ફેરવી લે. આંખમાં અમી હોય, વિકારવાળી દષ્ટિ ન કરે.
૧૩. ગુણાનુરાગી હોય જ્ઞાની, દયાની, તપસ્વી, સંયમી, શુદ્ધ ક્રિયાના પાલક, બ્રહ્મચારી, ક્ષમાશીલ, ધૈર્યવંત, ધર્મપ્રદીપક, દાનધરી, ઈત્યાદિ ગુણવા પર પ્રેમ રાખે, તેમનું બહુમાન કરે, માહામ્ય વધારે, યથાશક્તિ સહાય કરે, ગુણેની પ્રશંસા કરે, અને વિચારે કે મારા અહોભાગ્ય છે કે, મારા કુળમાં, ગામમાં કે સમાજમાં આવા આવા ગુણવાન ઉપસ્થિત છે, તેમને લીધે મારા કુળની કે ધર્મની ઉન્નતિ થશે, ઈત્યાદિ વિચારથી તેમના ગુણને પ્રેમી હેય.
૧૪. સુપક્ષયુક્ત હોય–ન્યાયને પક્ષ ગ્રહણ કરે અને અન્યાયને પક્ષ છોડે. અહીં કેઈ શંકા કરે કે, સમકિતીએ રાગદ્વેષ
૪ સમકિત દૃષ્ટિ છવડો, કરે કુટુંબ પ્રતિપાળ,
અંતરથી ન્યારો રહે, જિમ ધાવ ખિલાવે બાળ. અર્થ–જેવી રીતે ઓરમાન માતા અથવા ધાવ માતા બચ્ચાનું લાલનપાલન કરતી હોય, પણ મનમાં સમજતી હોય કે આ બાળક મારું નથી, જ્યાં સુધી હું સ્તનપાન કરાવું છું ત્યાં સુધી તે મને માતા માને છે. દૂધ છૂળ્યા પછી તે મને સંભારશે પણ નહિ. તેવી જ રીતે સમકિત દષ્ટિ પણ કુટુંબનું પાલન-પોષણ કરતા અંતઃકરણથી સર્વને સ્વાર્થનાં સગાં જાણીને તેનાં મેહ, માયા અને પ્રપંચથી અલિપ્ત રહે.