________________
६७६
જૈન તત્ત્વ પ્રકાશ ૫. અકૂર હોય–કર સ્વભાવ અને દૂર દષ્ટિનો પરિત્યાગ કરી સરળ સ્વભાવી અને ગુણગ્રાહી થાય. પરાયાં છિદ્રો જેનારનું ચિત્ત હંમેશાં મલિન રહે છે. આટલા માટે બીજાનાં છિદ્રો કદી પણ જુએ નહિ, અને પિતાના અવગુણોને જોતા રહે, જેથી સ્વભાવ નમ્રભૂત બની જાય.
૬. ભીરુ હેય-લોકાપવાદથી, કર્મબંધથી તથા નરકાદિ દુર્ગતિનાં દુઃખોથી હંમેશાં ડરતે રહે. પાપકર્મનું તેમ જ લેકવિરુદ્ધ કાર્યોનું આચરણ કરે નહિ.
૭. અશઠ હેય-મૂખને સારીમાઠી વસ્તુને વિવેક હોત નથી. તેથી તે ઘણું ગરબડ કરી દે છે, પાપના કાર્યને પુણ્યનું અને પુણ્યના કાર્યને પાપનું સમજી બેસે છે. પણ શ્રાવક પુણ્ય અને પાપના
સ્વરૂપને જાણતો હોવાથી તેવી ગરબડ કરે નહિ. ધર્મના અને અધર્મનાં, પુણ્યનાં અને પાપનાં ફળને પૃથક પૃથફ સમજી અધર્મ તથા પાપને ઘટાડે અને ધર્મ તથા પુણ્યની વૃદ્ધિ કરતે રહે. તે ઠગ ન હોય, શઠ -લુ ન હોય.
૮. દક્ષ હેય-શ્રાવક ઘણે વિચક્ષણ હોય. દષ્ટિ માત્રથી જ મનુષ્યને તથા કાર્યને સમજી જાય. સમચિત કાર્ય કરવાવાળો હોય અને પાખંડીઓના છળથી કદી પણ છેતરાય નહિ એવી હોશિયારી રાખે.
૯. લજજાવંત હાય-અનંતજ્ઞાનીની તથા મહાપુરુષોની લજજા, રાખતા થકે ગુપ્ત કે પ્રગટ કુકર્મોનું આચરણ કદી પણ કરે નહિ, વ્રતોને ભંગ કરે નહિ,લજજા સર્વ ગુણેના ભૂષણરૂપ કહી છે. પાપી કામ કરતાં લાજે.
- ૧૦. દયાવંત હેય-ધર્મનું મૂળ દયા છે. એમ જાણી સર્વ જીવ ઉપર દયા કરે. + દુઃખી જઈને અનુકંપા લાવે, યથાશક્તિ સહાય કરી દુઃખમાંથી બચાવે, મેતના પંજામાંથી છોડાવે.
x जयं निजः परो वेति गणना लघुचेतसाम् ।
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥ અથ– આ મારું, આ બીજાનું, આ વિચાર તુચ્છ બુદ્ધિવાળાને હોય છે. ઉદારચરિત મનુષ્ય તે પૃવીનાં સમસ્ત પ્રાણીઓને પિતાના કુટુમ્બ સમાન જ સમજે છે.