________________
જૈન તત્વ પ્રકાશ
શ્રાવકના ૨૧ ગુણ कार्य-अखुदा रुव पग्गइसेोमा लोकपियाओ । ___अकुरा भीरु असा दक्षिणेो लज्जालु दयालु ॥ १ ॥ मज्झत्थी सुदिछी गुणानुरागी सुपक्खजुत्तो सुदीही । विसेसन्नु बद्धानुग विनीत कयन्नु परहियकता लद्धलक्खी ॥२॥
૧. અશુદ્ર પરિણમી હૈય-દુઃખદ સ્વભાવવાળાને સુદ્ર કહે છે. શ્રાવક પિતાના અપરાધીને પણ દુખપ્રદ થતો નથી તે અન્યનું તે કહેવું જ શું? અર્થાત્ કેઈને પણ દુઃખદાતા ન હોવાથી શ્રાવક અક્ષુદ્ર હોય છે.
૨. રૂપવંત હેય-વથાકૃતિ તથા પ્રવૃત્તિઃ અર્થાત્ જેવી શરીરની આકૃતિ તેવી પ્રાયઃ પ્રકૃતિ પણ હોય છે. તદનુસાર શ્રાવક પૂર્વેપાર્જિત પુણ્યના પ્રયોગથી હરત પાદાદિ ચૂર્ણ અંગવાળા હોય છે, કર્ણ, ચક્ષુ, આદિથી પૂર્ણ ઇદ્રિવાળા હોય છે અને સુંદરાકૃતિ, તેજસ્વી તથા સશક્ત શરીરવાળો હોય છે.
૩. પ્રકૃતિ સૌમ્ય હોય–જેવી રીતે બાહ્ય દેખાવમાં સુંદર હિોય તેવી જ રીતે શાન્ત, દાન, ક્ષમામાન, શીતળ સ્વભાવી, મિલનસાર, વિશ્વાસપાત્ર, ઈત્યાદિ ગુણોએ કરી અંદરથી પણ સુંદર હોય છે.
૪. લોકપ્રિય હેય-આ લેક અને પરલોક વિરુદ્ધ કાર્યોને પરિત્યાગ કરવાથી શ્રાવક સર્વને પ્રિયકર હોય છે. ગુણવંતની નિંદા, દુર્ગણઓ તથા મૂર્ખાઓની હાંસી મશ્કરી, પૂજ્ય પુરુષોની ઈર્ષા, જનસમુદાયના વિરોધી સાથેની મિત્રતા, દેશાચાર ઉલ્લંઘન, અને છતી
૪. તીણ કંટક સમાન–જેમ કાંટો વાગવાથી તે ખટક્યા કરે છે, દુઃખ દે છે, ઝેરી કાર્યો હોય તે અંદર સડે ઉત્પન્ન કરે છે, તેવી જ રીતે કેટલાક શ્રાવક ધનના ગર્વથી કે જ્ઞાનના અભિમાનથી ગર્વિષ્ટ થઈ, કાંટા સમાન તીણવચન બોલી સાધુનાં મન દુઃખાવે, ૩ષ્ટ થઈ સાધુને સમૂળગે નાશ કરવાની પણ પ્રવૃત્તિ કરે.
આ પ્રમાણે આઠ પ્રકારના શ્રમણે પાસક શાસ્ત્રમાં કહ્યા છે, તેમાંથી માતાપિતા સમાન, ભાઈ સમાન, મિત્ર સમાન, અરીસા સમાન તે સારા છે. તેમના જેવા થવું જોઈએ. અને શકય સમાન, પતાકા સમાન, ખલા સમાન અને કંટક સમાન એ ખરાબ છે. તેવા કદાપિ ન થવું જોઈએ.