________________
૬૭ર
જેન તત્ત્વ પ્રકાશ ક્ષેપશમ, જેટલી શક્તિ તેટલા પ્રમાણમાં તે ધારણ કરે. શ્રાવકનાં વતમાં એ આગ્રહ નથી કે અમુકે આટલાં વ્રત ગ્રહણ કરવાં જ જોઈએ. આ કારણથી તે સાગારધર્મ કહેવાય છે. અર્થાત્ આગાર સહિત વ્રતના ધારક અને પાલક તે શ્રાવક કહેવાય છે.
૨. ઉક્ત સાગારી ધર્મને પાલકનું અપર નામ શ્રાવક પણ છે. શ્રાવક એ શું ધાતુ ઉપરથી બનેલ શબ્દ છે. શ્રુ એટલે સાંભળવું. જે શાસ્ત્રનું શ્રવણ કરે તે શ્રાવક કહેવાય. વળી વ્યવહારમાં શ્રાવકનો અર્થ આ પ્રમાણે પણ કરવામાં આવે છે. શ્રદ્ધાવંત + વ=વિવેકવંત - ક=કિયાવંત. અર્થાત્ શ્રદ્ધાયુક્ત વિવેકપૂર્વક ક્રિયા કરે તે શ્રાવક. તથા શ્ર=સર+આવક=આવે. જેવી રીતે તળાવની પાળ તૂટવા ન પાકે તેટલા માટે તળાવના પાણીના નિકાલ અર્ધ સર (નાળું) રાખે છે તેવી જ રીતે આશ્રવરૂપ તળાવની સંવરરૂપ પાળ બાંધીને તેમાં સંસારનાં કામ ચલાવવાની અમુક અમુક છૂટછાટ રાખે તે શ્રાવક કહેવાય છે. ત્રીજું નામ શ્રમણોપાસક પણ છે. શ્રમણ = સાધુ + ઉપાસક= ભક્ત અર્થાત્ સાધુની સેવા ભક્તિના કરનાર તે શ્રમણોપાસક. * શ્રી ઠાણાંગ સૂત્રમાં ચાર પ્રકારના શ્રમણોપાસક કહ્યા છે ? चत्तारि समणोबासगा पण्णत्ता तंजहा-अम्मापित समाणे, भाईसमाणे, मित्त समाणे, सवतिसमाणे. અર્થાત ભગવંતે ચાર પ્રકારના શ્રમણોપાસક કહ્યા છે તે આ પ્રમાણે :
૧. માતાપિતા સમાન-જેવી રીતે માતાપિતા પોતાના પુત્રનું રક્ષણ કરે છે અને સારસંભાળ કરે છે તેવી જ રીતે કેટલાક શ્રાવકે સાધુ તરફથી કોઈ પ્રકારનો પિતા પર ઉપકાર થયું ન હોય છતાં પણ સ્વભાવથી જ સાધુ સાધ્વીની સાર સંભાળ લેનાર હોય, તે શ્રાવક માતાપિતા સમાન જાણવા.
૨. ભાઈ સમાન-ભાઈએ પરસ્પર વિશેષ પ્રેમ તે બતાવતા નથી. પણ જ્યારે ભાઈ ઉપર કંઈ આફત આવી પડી હોય ત્યારે ભાઈ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને પણ તેની સહાય કરે છે, તેવી જ રીતે કેટલાક શ્રાવકે સાધુ સાધ્વી પ્રત્યે વિશેષ પ્રેમભાવ તે રાખતા નથી હોતા, પણ કઈ વખતે સાધુના ઉપર કંઈ આપત્તિ આવી પડે તે પિતાનું સર્વસ્વ અર્પણ કરીને પણ તેમની સહાય કરે છે. હૃદયના સાચા પ્રેમથી અને વાત્સલ્યબુદ્ધિથી ભક્તિ કરે છે.