________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ
૬૭૧ કુલની, ધર્મની, રાજની મર્યાદાની અંદર રહેનાર હોય, શ્રાવક ધર્મને
ગ્ય આહાર અને વ્યાપારની આજીવિકા કરનાર હોય, સપુરુષની સંગતિ કરનાર હોય, કેઈસલાહ માગે તેને સુબુદ્ધિપૂર્વક સાચી સલાહ આપનાર હોય, મહા બુદ્ધિવંત હોય અન્યના અલ્પ ઉપકારને પણ મહાન માને, કૃતજ્ઞ હોય, કામ, ક્રોધ, મદ, મેહ, લોભ અને મત્સર આ છ રિપુઓને વશ કરનાર હોય, સશાસ્ત્રનું શ્રવણ કરનાર હોય, સામાયિક, પ્રતિકમણ, પ્રત્યાખ્યાન આદિ ધર્મકિયાનુકાનનું વિધિપૂર્વક આરાધન કરવાવાળા હોય, મહા દયાવાન હોય, અને પાપકૃત્યથી સદા ભયભીત બની રહેતું હોય. આ બધા ગુણે શ્રાવકને આદરણીય છે. અર્થાત્ આ ગુણોથી અલંકૃત-શોભિત હોય તેને જ શ્રાવક કહેવો.
૧. આગાર એટલે ઘર. ઘરમાં અર્થાત્ ગૃહસ્થાવાસમાં રહીને ધરાધન કરાય છે તે સાગારધર્મ કહેવાય. વ્યવહારમાં તેને અર્થ એવો પણ કરવામાં આવે છે કે સાધુનાં વ્રત મુક્તાફળ (મેતી) સમાન છે. અર્થાત મોતી અખંડિત ધારણ કરાય છે. તેવી રીતે સાધુજી સાવદ્ય
ગનાં ત્રિકરણ વિયેગે એમ નવ કેટિએ પ્રત્યાખ્યાન કરી પંચ મહાવ્રત પાળે છે, પણ એકબે વ્રતના ધારક હોય તે સાધુ કહેવાતા નથી.
આવી રીતે સાધુનાં વ્રત અખંડિત હોવાથી, તેમાં કઈ પ્રકારનો આગાર ન હોવાથી તેઓ અણગાર કહેવાય છે અથવા સાધુ ઘરના ત્યાગી હોવાથી પણ અણગાર કહેવાય છે, અને શ્રાવકનાં વ્રત સુવર્ણ સમાન છે. અર્થાત્ સોનું વાલ, બે વાલ, તોલે, બે તોલા એમ મરજી મુજબ અથવા શક્તિ મુજબ ખરીદ કરી શકાય છે. તેવી જ રીતે શ્રાવકનાં વ્રત પણે યથાશક્તિ અંગીકાર કરી શકાય છે.
કેઈની ઈચ્છા એક વ્રત ધારણ કરવાની હોય તે એક વત ધારણ કરે, કેઈ બે વ્રત ધારણ કરે યાવત્ કેઈની ઇચ્છા બાર વ્રત ધારણ કરવાની હોય તે બાર વ્રત ધારણ કરે. વળી, કોઈની ઈચ્છા એક કરણ એક મેગે, કેઈની એક કરણ ત્રણ યોગે, કેઈની બે કરણ ત્રણ યોગે, વ્રત ધારણ કરવાની હોય તે પ્રમાણે તે વ્રત અંગીકાર કરી શકે છે. જેટલી મૂડી હોય તેટલું સેનું જેમ ગૃહસ્થ ખરીદે છે, તેમ એટલે