________________
પ્રકરણ ૪ થું : સમ્યફd
ઉપર પ્રમાણે સમ્યક્ત્વનું સ્વરૂપ શાસ્ત્રો અને ગ્રંથોમાં દર્શાવ્યું છે. તે જ પ્રમાણે અહીં કહેવામાં આવ્યું છે. ધર્મનું પગથ્રુિ સમતિ છે, અથવા સમકિત સહિત કરેલો ધર્મ જ અનંત કર્મવર્ગણાની નિર્જરારૂપ મહા ફળને આપનાર નીવડે છે.
એમ જાણી ધર્મના યથાર્થ ફળને ઈચ્છનારે સમ્યકત્વ રત્ન અવશ્ય. પ્રાપ્ત કરવું જોઈએ.
ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ મા અધ્યયનમાં કહ્યું છે કે, सम्मदसणरत्ता, अनियाणा सुक्कलेसमोगाढा । इय जे मरंति जीवा, तेसि सुलहा भवे बोही ॥२५९॥
અર્થ જે જીવ મિથ્યાત્વ અને રાગ-દ્વેષના મળરહિત હોય છે. તથા કલેશરહિત શાંત સ્વભાવી બની જાય છે અને જિનપ્રણીત શાસ્ત્રાનુસાર તથા નિયાણું રહિત નિર્મળ કરણી કરવામાં તત્પર રહે છે તે જ સ્વ૯૫ સંસારી થાય છે. અર્થાત્ ભવ ભવમાં સુલભતાથી બોધિબીજને પ્રાપ્ત કરી શીધ્ર મોક્ષને પ્રાપ્ત કરી લે છે.
मिच्छा देसणरत्ता, सनियाणा कन्हलेसमेढा । इय जे मरन्ति जीवा, तेसि पुण दुल्लहा बोहो ॥२६॥
અર્થ-જે જીવ મિથ્યાદર્શનમાં અનુરક્ત રહે છે. તે પાપકર્મ કરે છે અને કૃષ્ણ લેશ્યાવાળા થાય છે અને એવા જવને બોધિ (સદ્ધમની પ્રાપ્તિ) દુર્લભ થઈ પડે છે.
जिणवयणे अणुरत्ता, जिणवय जे करेन्ति भावेण । अमला असंकिलिट्टा, ते होंति परित्तसंसारी ॥
અથ–જે જીવ જિનવચન (સિદ્ધાંત વાણીમાં અનુરક્ત રહે છે અને તે પ્રમાણે ભાવથી આચરણમાં ઉતારી વર્તે છે તે મળરહિત અને મેહ મત્સરાદિ, કલેશરહિત થાય છે અને કાળે કરીને સંસારથી મુક્ત થાય છે. શાદ્ધારક બાલબ્રહ્મચારી ઋષિ સંપ્રદાયાચાર્ય સ્વ. મુનિશ્રી
અમલખઋષિજી મહારાજ દ્વારા વિરચિત * જૈન તત્ત્વ પ્રકાશ ગ્રંથના બીજા ખંડનું સમ્યકત્વ નામક ચોથું
પ્રકરણ સમાત,