________________
જૈન તત્ત્વ પ્રકાશ
૬૮
પર મમત્વ ન કરે, ધર્મનાં તત્ત્વાના જ્ઞાતા બને, કપટરહિત ક્રિયાનું સમાચરણ કરે અને કર્મ તેાડવામાં સદૈવ તત્પર રહે તે જ સમકિતી છે. ૩. બનતાં સુધી ખીજાને દુઃખ ન દે તે જ ધર્માત્મા છે. ૪. જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરે, આત્માને એકલે! જાણે, તપશ્ચર્યાથી તનને તપાવે તે જ પડિત છે. ૫. પુરાણા કાષ્ટની પેઠે દેહમમત્વના શીવ્રતાથી ત્યાગ કરે અને તપ અગ્નિથી કને ખાળે તે જ મુનિ છે. ૬. મનુષ્યનું આયુષ્ય અલ્પ જાણી કેાધને જીતે તે જ સ ંત છે. ૭. ક્રેાધાદિક કષાયને વશીભૂત અનેલું જગત દુ:ખી થઈ રહ્યું છે એવા વિચાર કરે તે જ જ્ઞાની છે. ૮. કષાયને ઉપશમાવી શાંત અને તે જ સુખી છે. ૯. ક્રેધાગ્નિથી પ્રજ્વલિત ન બને તે જ વિદ્વાન છે. ઇતિ તૃતીયાદેશ.
(૧) પ્રથમ થાડુ અને પછી વિશેષ એમ ક્રમે ક્રમે ધર્મ અને તપની વૃદ્ધિ કરવી જોઈએ. (ર) શાન્તિ, સયમ, જ્ઞાન, ઈત્યાદિ સગુણેાની વૃદ્ધિ કરવાના નિરતર ઉદ્યમ કરવા જોઈએ. (૩) મુક્તિના મા મહા વિકટ છે. (૪) બ્રહ્મચર્યંનું પાલન કરવાના તથા મેાક્ષની પ્રાપ્તિ કરવાના મુખ્ય ઉપાય તપશ્ચર્યા જ છે. (૫) જે સયમધથી ભ્રષ્ટ બનેલા છે તે કશા કામના નથી. (૬) મેહરૂપ અધારામાં આથડતા જીવા જિનાજ્ઞાના લાભ પ્રાપ્ત કરી શકતા નથી. (૭) ગત જન્મમાં જેમણે જિના. જ્ઞાનું આરાધન કર્યું નથી તે હવે શું કરશે ? (૮) જેએ જ્ઞાની બનીને આરંભથી નિવર્તે છે તે જ પ્રશંસનીય છે. (૯) અનેક પ્રકારનાં દુઃખા આરંભથી જ ઉત્પન્ન થાય છે. (૧૦) જેએ! ધર્માથી છે તે પ્રતિબંધના ત્યાગ કરી એકાંત મેાક્ષાભિમુખ હાય છે. (૧૧) કૃતકનાં ફળ અવશ્ય ભોગવવાં જ પડશે. એવું જાણી કર્મબંધન કરતાં ડરવું જોઇએ અને, (૧૨) જે સદુઘમી, સત્યધર્માવલ બી, જ્ઞાનાદિ ગુણમાં રમણ કરનાર, પરાક્રમી, આત્મકલ્યાણ અર્થે દૃઢ લક્ષયુક્ત, પાપકા થી નિવૃત્તિ પામેલા અને યથાર્થ લેકસ્વરૂપને દર્શક હોય છે તેને કાઈ પણ દુઃખી કરી શકતું નથી. તિ ચતુર્થાં ઉદ્દેશ.
આ તત્ત્વદશી સત્પુરુષાને અભિપ્રાય છે કે જે કાઈ તે પ્રમાણે ચાલશે તે આધિ, વ્યાધિ, ઉપાધિ અદિ સર્વ દુઃખાને નાશ કરી અનંત, અક્ષય, અવ્યાબાધ સુખને ભેાક્તા બનશે.