________________
પ્રકરણું પાંચમું
સાગારી ઘર્મ—શ્રાવકાચાર શ્રી નરેનમતિ: શાસ્ત્ર વિનતના तत्त्वातत्वविचारणे निपुणता, सत्सयमे भावना । सम्यक्त्वे रूचिता अघोपशमता, जीवादि के रक्षणा । सत्सागारिगुणा जिनेन्द्रकथिता, येषां प्रसादाच्छिवम् ॥१॥
અર્થ– શ્રી જિનેન્દ્ર ભગવાને સાગારધર્મ એટલે શ્રાવકધર્મના ગુણે આ પ્રમાણે કહ્યા છેઃ
શ્રી સર્વજ્ઞની આજ્ઞાનું પાલન કરે તે જ તેમની સેવા છે. તેમજ તેની મતિ જોડાયેલી રહે, આપ્ત પુરુષો દ્વારા પ્રરૂપાયેલા આગમના અર્થ વિચારવામાં જે સદૈવ તત્પર રહે, તવાતત્ત્વ, ઘર્મધર્મ, ન્યાય, અન્યાય, વગેરેનો નિર્ણય કરવાને માટે બુદ્ધિને સદુપયોગ કરે, સંયમની ભાવના ભાવે, સમ્યકત્વની રુચિવાળો હોય, પાપને ઘટાડવાને નિરંતર પ્રયત્ન કરતો હોય, ત્રણ સ્થાવર જનું રક્ષણ યથાશક્તિ કરતા હોય અને જિનેન્દ્રકથિત માર્ગને અનુસરનાર હોય તે જીવ તેમના પ્રસાદ વડે સુખી થાય, શિવસુખ પામે.
न्यायोपात्त धना जना गुणा गुरुः सदमिस्त्रिवर्गभज- । नवन्योन्य गुणवांस्तथैव गृहिणी, ज्ञानालया हिमयः । युक्ताहार विहार आर्यसमिती, प्रज्ञः कृतज्ञा, वशी। श्रुण्वन्धविध दयालुरघसीः सागारधर्माचरेत् ॥२॥
અર્થ :-ન્યાયથી દ્રવ્યપાર્જન કરનાર હોય, ગુણાનુરાગી હોય, ધર્મ, અર્થ અને કામ એ ત્રણનું યથોચિત સેવન કરનાર હોય, પરસ્પર ગણોને જેનારો, જ્ઞાનના ભંડારરૂપ, લોકાપવાદથી લજજાને ધારક હિય, પોતાની સ્ત્રીને પણ ધર્મમાર્ગમાં પ્રવર્તાવનાર હોય, સદૈવ