________________
૬૭૮
જૈન તત્વ પ્રકાશ છેડવાં જોઈએ અને જે તે ન્યાયને પક્ષ ધારણ કરે અને અન્યાયનો પક્ષ છેડે તે રાગદ્વેષ થયો કે નહિ? સમાધાન-ઝેરને ઝેર અને અમૃતને અમૃત જાણવું અને કહેવું તેને રાગદ્વેષ શી રીતે કહેવાય? સમકિત દષ્ટિ તે જ છે કે જે વસ્તુના યથાતથ્ય સ્વરૂપને સમજીને આદરણીય હોય તે આદરે અને છાંડવા ગ્ય છાંડે, શ્રાવકે ન્યાયપક્ષી જરૂર થવું જોઈએ. આને બીજે એ પણ અર્થ થાય છે કે, શ્રાવકનાં માતા, પિતા, સ્ત્રી, પુત્ર, મિત્રાદિ, સ્વજન, શુદ્ધાચારી, ધર્મપરાયણ હોવાથી શ્રાવક સુપક્ષયુક્ત કહેવાય છે. કોઈને પણ ખોટો પક્ષ લે નહિ.
૧૫. દીઘદ્રષ્ટિ હોય કેઈ પણ કાર્યના પરિણામને દીર્ધદષ્ટિથી વિચાર કરી જે કાર્ય ભવિષ્યમાં આત્મિક ગુણને વિકાસ કરનાર, સુખદાયક અને પ્રામાણિક મનુષ્ય દ્વારા પ્રશંસનીય હોય તેવું જ કાર્ય શ્રાવક કરે છે. અને નિંદ્ય તથા દુઃખપ્રદ કાર્ય છોડી દે છે. આમ કરે તે સુખી અને યશસ્વી થાય છે અને વગર વિચાર્યું કાર્ય કરનારને પશ્ચાત્તાપ કરવો પડે છે.
૧૬. વિશેષજ્ઞ હેય-ગાયનું અને આકડાનું દૂધ તેમજ સેનું અને પિત્તળ રંગમાં સરખાં હોય છે, પરંતુ ગુણની અપેક્ષાએ તેમાં આસમાન જમીન જેટલું અંતર હોય છે. તેની પરીક્ષા તે વિશેષજ્ઞ– વિજ્ઞાની પુરુષ હોય તે જ કરી શકે છે. તેઓ બાહ્ય દેખાવ જોઈ ભ્રમમાં પડતા નથી, પરંતુ અંદરના ગુણોની તપાસ કરી યથોચિત પ્રવૃત્તિ કરે છે. આવી જ રીતે શ્રાવક પણ નવ તત્ત્વના જ્ઞાન વડે વિશેષજ્ઞ બનીને જાણવા યોગ્ય જાણે, આચરવા ગ્ય આચરે અને છાંડવા ગ્ય છાંડે છે.
૧૭. વૃદ્ધાનુગામી હોય–વયેવૃદ્ધ અને ગુણવૃદ્ધની આજ્ઞામાં રહેનારો હોય, તેમના ઉત્તમ ગુણોનો સ્વીકાર કરે, તેમના જેવા સદાચરણ થવા યથાશક્તિ પ્રયત્ન કરે, તેમની યાચિત ભક્તિ કરે, અને વૃદ્ધજનના જ્ઞાનાદિ ગુણોનું અનુકરણ કરતે રહે. *
x तपः श्रुत धृति ध्यान, विवेको यमः संयमो । ___ ये वृद्धास्तेषु ते वृद्धाः, न पुन: पलितांकुराः ।
અથ–જે તપમાં, જ્ઞાનમાં, ધૈર્યમાં, ધ્યાનમાં, વિકમાં, યમમાં, સંયમમાં ઇત્યાદિ ગુણમાં વૃદ્ધ છે તે ખરે વૃદ્ધ છે. એકલા સફેદ વાળથી વૃદ્ધ કહેવાતું નથી