________________
પ્રકરણ ૪ શું ; સમ્યક્ત્વ
પ
પરિણમાવે, અપૂર્વજ્ઞાનના રસમાં આત્માને તલ્લીન બનાવે અને ઉત્સાહપૂર્વક તેનું જ વારંવાર શ્રવણ, પઠન મનન કરવાની ઉત્કંઠા જાગૃત થાય તેને સૂત્રરુચિ કહે છે.
૫. મીજરુચિ જેવી રીતે હળ વડે ખેડેલી, ખાતર પૂરેલી અને વૃષ્ટિથી તૃપ્ત થયેલી કરાળ ધરતીમાં વાવેલું ખી અનેક ખીજનુ ઉત્પાદન કરનાર નીવડે છે, તેવી જ રીતે વિષય કષાય કમી કરવાથી શુદ્ધ અનેલા, ગુરુઉપદેશથી પેષણ પામેલા અને સંતાષાદિ ગુણાથી તૃપ્ત થયેલા ભવ્ય જીવના હૃદયરૂપી ખેતરમાં વાવેલું જ્ઞાનરૂપ બીજ વૃદ્ધિ પામે છે. તથા જેવી રીતે પાણીમાં નાખેલુ તેલનુ બિંદુ પ્રસરે છે, તેવી જ રીતે એક પાનુ જ્ઞાન પ્રાપ્ત થતાં અનેક પદરૂપે પરિણમે-વિસ્તાર પામે તે બીજ રુચિવાળા કહેવાય.
૬. અભિગમરુચિ-કોઇને શ્રુતજ્ઞાનની વિશુદ્ધિ થતાં તે અંગોપાંગ, પયન્ના. દૃષ્ટિવાદ, આદિ સૂત્ર અને તેના અર્થરૂપ જ્ઞાનના અભ્યાસ કરતાં વિશુદ્ધ જ્ઞાન થવાથી સમિકતની પ્રાપ્તિ થાય તેને અભિગમ રુચિ કહે છે, અને તે ભાવે! બીજાને સભળ!વતાં સંભળાવતાં તે શ્રોતાને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તેને પણ અભિગમ રુચિ કહેવામાં આવે છે.
૭. વિસ્તારરુચિ-જીવાદિ નવ તત્ત્વ, ધર્માસ્તિ આદિ છ દ્રવ્ય, નૈગમાદિ ૭ નય, નામાદિ ૪ નિક્ષેપ, પ્રત્યક્ષાદિ ૪ પ્રમાણ, તેનો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી વિસ્તારપૂર્વક જ્ઞાનાભ્યાસ કરતાં કરતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તે વિસ્તાર ચિ.
૮. ક્રિયારૂચિ-સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, ક્ષમા આદિ તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ આઠ પ્રવચન માતાનું પાલન કરવામાં ઉત્સાહ જાગૃત થાય, પ્રતિક્રિન આચાર ક્રિયાની વિશુદ્ધિ કરતા રહેવાની ઈચ્છા રહે, તે ક્રિયારુચિ જાણવી.
૯. સક્ષેપરૂચિ-કેટલાક હળુકમી જીવ એવા છે કે, તે ધર્મ અધર્મના કશે ભેદ જાણતા નથી હોતા, પરંતુ અનાભિગ્રહિક મિથ્યાત્વીની પેઠે બધા ધર્માને માને છે, તેવા જીવા કદાચિત્ પુણ્યદયથી