________________
પ્રકરણ ૪ થું ઃ સમ્યક્ત્વ
સ્થાનક અને ૬ ભાવના એમ સર્વ મળી ૬૭ બેલ વ્યવહાર સમકિતના થયા. આટલા ગુણો જે આત્મામાં હોય તેને વ્યવહારથી સમકિતી જાણો.
સમ્યકત્વની ૧૦ રુચિ ૧. નિસર્ગ ચિ–ગુરુ આદિનો ઉપદેશ સાંભળ્યા વિના જ સમ્યક્ત્વના આવરણરૂપ પ્રકૃતિઓ નષ્ટ થઈ જવાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ જાય. જેમકે,
(૧) કલિંગ દેશના રાજા “નરગતિ' સેના સહિત વનમાં ગયા. એક રમણીય આમ્રવૃક્ષને જોઈ તેની મંજરી તેડી, પછી બધી સેનાએ મંજરી, પાંદડાં વગેરે તેડી લીધાં એટલે વૃક્ષ ડૂઠા જેવું થઈ ગયું. પાછા ફરતી વખતે એક શુભનિક આંબાને આ પ્રમાણે અરમણિક થઈ ગયેલ જોઈને રાજાને વૈરાગ્ય ઊપજે અને તે સમયે કે જગત્માં સભા પુદ્ગલોની છે.
(૨) પંચાલ દેશનો દ્વિમુખ રાજા પ્રથમ તે મહોત્સવને માટે શણગારેલા સ્થંભને જોઈ ખુશી થયા. પછી મહોત્સવ પૂર્ણ થયે સ્તંભ તૂટી પડયે તે જોઈ વૈરાગ્ય પામ્ય, કે સંસારમાં પ્રતિષ્ઠા પુણ્યસંગે પ્રાપ્ત થાય છે અને પુણ્ય ખૂટવાથી આ સ્થંભના જેવી સ્થિતિ થઈ જાય છે.
(૩) વિદેહ દેશના રાજા “નમિરાજને દાહજવર થયેલો, તેને ઉપશમાવવા ૧૦૦૮ રાણીઓ ચંદન ઘસવા લાગી. તેમના હાથમાંનાં કંકણોનો શેર સાંભળતાં રાજા દિત થયા. આથી રાણાએ એક એક ચૂડી રાખી બાકીની ઉતારી અળગી કરી અને શેરબકોર બંધ પડી ગયો. આ પ્રસંગથી રાજા એકત્વભાવને ભાવતાં ભાવતાં વિરાગ્ય, પામ્યા. અનેકના સંગ વડે જ દુનિયામાં દુઃખની પ્રાપ્તિ હોય છે. એકલો આમાં સુખી થાય છે.
(૪) કંચનપુર અને ચંપાનગરીના રાજા કરકંડએ સાંઢને ગાના. નૂડમાં ઘૂસતે જોયેલ. ત્યાર બાદ એ સાંઢ દુર્બળ થઈ નીચે પડી ગયે.