________________
૬૫૮
જૈન તત્ત્વ પ્રકાશ
બારમે મેલે સ્થાનક ૬ ૧. આત્મા છે-ઘટપટાદની પેઠે આત્મા પ્રત્યક્ષ ગાચર થતા ન હેાવાથી કેટલાક નાસ્તિકે કહે છે કે, જેમ સૂત્રધાર વચ્ચે કે કાષ્ટની પૂતળીઓને દોરીથી બાંધી નૃત્ય કરાવે છે, તેમ ઇશ્વર પણ 'પેાતાનું ચિત્ત પ્રસન્ન રાખવા મનુષ્ય, પશુ, પક્ષી, કીડા વગેરે પૂતળાં અનાવી નચાવે છે અને તે દેરીસ ચાર કરતા ખંધ પડે એટલે બધું અંધ પડી જાય છે; પરંતુ આત્મા નામના કેાઇ પદાર્થ છે જ નહિ,
એમને પૂછીએ કે, ભાઈ! આ પ્રકારની કલ્પના કરે છે તે કાણુ છે ? શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શનું વિજ્ઞાન કેાને થાય છે ? સ્વપ્નાવસ્થામાં દેખેલા પદાર્થોનું જાગૃતાવસ્થામાં સ્મરણુ કાણુ કરે છે ? શરીરમાંથી ત્યારે કણ નીકળી જાય છે ? ઈત્યાદિ પ્રત્યક્ષ લક્ષણૈાથી જણાય છે તે જ આત્મા છે; તે જ જીવ છે. આશ્ચર્યની વાત તેા એ છે કે ખુઃ આત્મા જ આત્માના વિષયમાં શંકાશીલ ખને છે. તેણે સ્વય' સમજવુ' જોઇએ કે આ શંકાને કરનાર'છે તે જ આત્મા છે.
આ પ્રમાણે નિશ્ચય કરેા કે આત્મા છે. આત્મા ન હાય તેા ઈશ્વર પણ કાંથી હાય ? આત્માના ગુણ્ણાના સ્વ પ્રત્યક્ષ અનુભવ કરવાથી આત્મા સ્વ પ્રત્યક્ષ થાય છે. જે પેાતાની જ પ્રેરણાથી ક્રિયા કરતા દૃષ્ટિગેાચર થાય છે તે પરાક્ષ રીતે પણ આત્મા સાષિત થાય છે.
૨. આત્મા નિત્ય છે : ઉપર્યુક્ત યુક્તિથી કેટલાક આત્માના અસ્તિત્વના તા સ્વીકાર કરે છે, પણ કહે છે કે, પૃથ્વી, પાણી અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતાથી ૨૫ તત્ત્વની X ઉત્પત્તિ થાય છે અને તેથી જ જીવની ઉત્પત્તિ થાય છે. શરીરમાં જીવ રક્ત× (૧) કામ, ક્રોધ, શેક, મેહ અને ભય એ પાંચ તત્ત્વ આકાશનાં, (૨) ધાવન, ખલન, પ્રસારણ, આચન અને નિરેધન એ પાંચ તત્ત્વ વાયુનાં. (૩) ક્ષુધા, તૃષા, આલસ્ય, નિદ્રા અને મૈથુન એ પાંચ તત્ત્વ તેજનાં (૪) લાળ, મૂત્ર, રક્ત, મજા અને વી' એ પાંચ તત્ત્વ પાણીનાં અને (૫) હાડ, નાડી, માંસ, ત્વચા અને રેશમ એ પાંચ તત્ત્વ પૃથ્વીનાંઃ એમ પાંચ ભૂતથી ૨૫ તત્ત્વની ઉત્પત્તિ થાય છે. આમ ‘પંચીકરણ’ નામક ગ્રંથમાં લખ્યું છે.