________________
પ્રકરણ - ૪ શું ઃ સમ્ય
૬૫૯
રૂપે, વાયુરૂપે તથા અગ્નિરૂપે પરિણમે છે. જ્યારે તેના નાશ થાય છે ત્યારે જીવના પણ નાશ થાય છે, અને જે જગતના પદાર્થ ગિાચર થાય છે તે બધા ક્ષણ ક્ષણમાં રૂપાંતર પામ્યા કરે છે. તેવી જ રીતે આત્માનું પણ રૂપાંતર થયા કરે છે. એટલા માટે આત્મા પણ અનિત્ય, અશાશ્વત છે.
આવુ' કહેનારાઓએ જાણવુ જોઇએ કે, જડમાંથી ચેતનની ઉત્પત્તિ કોઈ કાળે થાય જ નહિ અને ચૈતનમાંથી જડની ઉત્પત્તિ પણ ત્રણ કાળમાં થાય જ નહિ. જડ સદાકાળ જડરૂપે રહે છે અને ચેતન સા ચેતનરૂપે રહે છે. જેટલા જીવ છે અને જેટલા જડના પરમાણુ છે તેટલા જ તે અનાદિ કાળથી અનંત કાળ સુધી રહેશે, તેમાં એક જીવની કે એક પરમાણુની કદાપિ વધઘટ થશે નહિ, પરંતુ પરમાણુમાં એકઠા થવાના તેમ જ વીખરાવાના સ્વભાવ હાવાથી જડ પદાર્થોનું રૂપાંતર થતુ રહે છે, પણ જીવમાં આમ થતુ ન હેાવાથી તે સદૈવ એકરૂપે શાશ્વતા રહે છે. તેની સાબિતી એ છે કે પહેલી ક્ષણમાં આપણને જે અનુભવ થયેા હતેા તેનું જ્ઞાન પછીની ક્ષણમાં પણ કાયમ રહે છે એટલે વસ્તુને તેા પલટે થાય છે પણ તેને અનુભવ કરનાર ( આત્માના )ના પલટા થતા નથી ×. જો જીવની ઉત્પત્તિ કે નાશ થતાં હોય તેમ જ ક્ષણ ક્ષણમાં તેના પલટા થતા રહેતા હોય તેા પછી ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ, વગેરેનાં ફળ ભાગવનાર જગતમાં કાઈ રહે નહિ. પણ આ વાત પ્રમાણુ વિરુદ્ધ છે. કેમકે જગતમાં કોઈ સુખી, કેાઈ દુઃખી, કાઈ
+ કોઈ પણ પદાર્થને મૂળમાંથી કદાપિ નાશ થતા નથી, કેવળ રૂપાંતર જ થાય છે. જેમ ઘડો ફૂટવાથી ઘડાતી પર્યાય ( આકાર ) તે નાશ થયે, પરંતુ કૃતિકાના નાશ થયો નથી. સ્મૃતિકાના ખારીક અણુએ છૂટા પડી ગયા પછી પણ કાળાંતરે તે જ પરમાણુ માટીના વાસણની પર્યાયરૂપે બની શકે. આમ, જડ પદાર્થોં પણ સમૂળ નાશ થતો નથી. તો પછી ચેતનનેતા નાશ કેવી રીતે થાય ? ઘટ પટાદિની પર્યાય જેમ પલટે છે તેમ શરીરની પાઁયા પણ પલટતી રહે છે, પણ જીવતા નાશ કદાપિ થતા નથી. જીવ અસખ્યાત પ્રદેશી દ્રવ્ય છે તેવુ' જ સદા શાશ્વત રહે છે.