________________
૬૫
પ્રકરણ ૪ થું ઃ સમ્યકત્વ એ ધર્મનો દરવાજે છે, અને ધર્મ એ આમિક રિદ્ધિ અને પરમ સુખની પ્રાપ્તિનું સર્વોત્કૃષ્ટ સાધન છે.
૩ ધર્મપ્રાસાદનો સમકિત પાયે-જે ઈમારત કે મહેલને. પાયો મજબૂત હોય તે તેના ઉપર ગમે તેટલા માળ કરવા હોય તો થઈ શકે અને ચિરસ્થાયી રહી શકે. તેવી જ રીતે, ધર્મરૂપ મકાન તેના સમકિતરૂપ મજબૂત પાયા વડે જ ટકી શકે છે અને તેના ઉપર સંવરકરણી વગેરે મજલા બનાવી શકાય છે અને તે અચલ રહી શકે છે.
૪. ધર્મરત્ન સમકિનરૂપ પેટી-જેવી રીતે મજબૂત પેટી (તિજોરીમાં રાખેલું જવાહિર ચાર લઈ જઈ શકતા નથી, તેવી જ રીતે સમક્તિરૂપ મજબૂત પેટીમાં સ્થાપન કરેલ ધર્મકરણીરૂપ રત્નોને કામ, ક્રોધાદિ ચેર પણ કદી લઈ જઈ શકતા નથી.
૫ ધર્મ ભજન, સમકિત ભાજન-જેમ વૃત, પકવાન સાકર, ચોખા, વગેરે ભેજને થાળી, કટોરા વગેરે ધારણ કરી રાખે છે, તેવી જ રીતે ધર્મકરણી રૂપ આત્મગુણના પિષક ઈષ્ટ મિષ્ટ ભોજનને સમકિત રૂપ ભાજન પાત્રો ધારણ કરી રાખે છે. ભાજન વિના ભજન રહી શકતું નથી તેવી જ રીતે સમકિત વિના ધર્મ પણ રહી શકે નથી.
૬ ધર્મ કરિયાણું અને સમકિત કેઠી-જેમ મજબૂત કેઠીમાં રાખેલાં બદામ, પિસ્તા, વગેરે કરિયાણાં કીડા, ઊંદર તથા ચોરાદિના ઉપદ્રવથી સુરક્ષિત રહી શકે છે, તેવી રીતે સમકિત રૂપ કડીમાં સ્થાપિત કરેલા ધર્મકરણી રૂપ કરિયાણાને મિથ્યાત્વ, વિષય, કષાય આદિ કીડા, ઊંદર, ચાર ઉપદ્રવ કરી શકતા નથી. સમકિતી તે ધર્મને. રક્ષક છે. - ઉક્ત છ પ્રકારની ભાવના જે સમકિતી ભાવતો રહે છે અને તે પ્રમાણે વર્તન કરતો રહે છે તે સમકિત અને ધર્મને અન્ય કાર્યકારણ ભાવરૂપ જાણી તેમાં દઢ-નિશ્ચલ રહી શકે છે.
૪૨