________________
પ્રકરણ ૪ થું : સમ્યક્ત્વ
૬૫૫ પણ સમ્યફવમાં કદાપિ કિંચિત્ માત્ર પણ દોષ લગાડતા નથી. અરણક, કામદેવાદિ શ્રાવકોની પેઠે પ્રાણાંત સંકટમાં પણ કદી ચલાયમાન થતા નથી.
જે કાયર છે અને સંકટમાં ધર્મને નિર્વાહ કરી શકતા નથી તેઓ આ છ આગાર પર દષ્ટિ રાખીને સમકિત વિરુદ્ધ આચરણ કરવા છતાં પણ ધર્મથી ભ્રષ્ટ થતા નથી પરંતુ દોત્પત્તિ હોય છે. આ માટે સમકિતીઓનું કર્તવ્ય છે કે જ્યારે પણ ઉપર્યુક્ત પ્રસંગો પ્રાપ્ત થાય ત્યારે તેનાથી પોતાના સમકિતનું રક્ષણ કઈ પ્રકારે થઈ શકે તેમ નથી એમ જણાય અને ન છૂટકે વિરુદ્ધ આચરણ કરવું જ પડે, તે તેને પ્રસંગે મનમાં તો એવો જ વિચાર રાખે છે, જે મેં દીક્ષા લીધી હોત તો-સંસાર છોડે હત-તે મારા માટે આવા પ્રસંગે ઉપસ્થિત થાત નહિ અને મારે દોષનું સેવન પણ કરવું પડત નહિ. ધન્ય છે તે મહાપુરૂષોને કે જેઓ આથી પણ ઘણા વધારે પરિષદો પ્રાપ્ત થયા છતાં પણ લેશ માત્ર દોષ લગાડતા નથી. ધિક્કાર છે મને, કે હું આ પ્રકારે અકૃત્ય કરી રહ્યો છું. જ્યારે હું નિર્મળ સમકિતનું પાલન કરીશ ત્યારે જ મારાં જન્મ-જીવતર સફળ થશે અને તે જ મારો પરમ કલ્યાણકારક દિવસ હશે.
આ પ્રકારને શુદ્ધ મનથી પશ્ચાતાપ કરી લાગેલા દોષોથી તુરત નિવૃત્ત થઈને ગુરુ આદિક પાસે તે પાપની આલોચના, નિંદા કરી પ્રાયશ્ચિત લઈને પોતાના સમ્યકત્વને શુદ્ધ કરે , પણ કઈ પણ ગામ * સવૈયા–રાજકા હાંસલ કૌન ભરેગા ? જે કઈ વસ્તુ મેલ લેગા ભારી
લગા તે દેષ કૌન ગિનેગા ? સાધુ શ્રાવક જે વ્રતધારી | જો કે ઈ દેવ લગ ગયા તે લે કર દંડ લગા દેવો કારી
ચડેગા ચતુર પડેગા ઘડેસે, કયા પડેગી કહે પીસણહારી ! અર્થ—જે વેપાર કરશે તે દાણ ભરશે. સાધુ શ્રાવકના વ્રત ધારણ કરશે તે લાગેલા દેશોની ગણતરી કરશે અને તેનું પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ પણ થશે, જે ચતુર પુરુષ ઘોડે ચડશે તે પડશે, પણ દળણું દળનારી ઘોડા પરથી કેવી રીતે પડશે ?