________________
૬૫૪
જેન તત્વ પ્રકાશ
૪. સુરાભિએળેણું–કદાચ કઈ દુષ્ટ દેવતા જાનમાલને નાશ કરવાની ધમકી આપીને સમકિતથી વિરુદ્ધાચરણ કરવાનું કહે અને તેના ઉપદ્રવથી ડરીને સમકિતી તે કામ પશ્ચાત્તાપયુક્ત કરે તે સમકિતને ભંગ થાય નહિ.
૫. ગુરુ નિઝારેણું–(૧) કદાચિત કઈ માતા, પિતા, ભાઈ તથા ઘણાના માનનીય મટેરા પુરુષ “ઘરમાંથી કાઢી મૂકીશ વગેરે, ધમકી આપીને સમકિત વિરુદ્ધ કામ કરાવે. (૨) સમકિતીના દેવ ગુરૂ ધર્મની પ્રશંસા કઈ મિથ્યાત્વી કરે અને તેના અનુરાગથી તેનાં સકારાદિ કરે. (૩) સમકિતીને કેઈ અન્ય ઉત્કૃષ્ટ ધર્મલાભને અર્થે અવસરચિત સમકિતથી વિરૂદ્ધ કાર્ય કરવાનું કહે અને કરવું પડે, એ ત્રણ પ્રકારે કે સમકિત વિરુદ્ધ કાર્ય કરે તે સમકિતને ભંગ થાય નહિ.
૬. વિત્તિર્કતારેણું–રસ્તે ભૂલા પડવાથી કેઈ સમકિતી જીવ મહા અટવીમાં જઈ ચડયે હેય તે પ્રસંગે પોતાના તથા પોતાના કુટુંબના રક્ષણાર્થે મર્યાદા ઉપરાંત વસ્તુને પશ્ચાત્તાપયુક્ત ભેગવે, તેમજ ત્યાં કઈ માગે ચડાવવાની લાલચ આપી સમકિત વિરૂદ્ધ આચરણ કરવાનું કહે ત્યારે સમકિતી પ્રાણ, સ્વજન, ધનાદિની રક્ષા માટે તે કાર્ય કરે તે પણ સમકિતનો ભંગ થતો નથી.
આ છેને કેઈ છ આગાર પણ કહે છે અને કેઈ તેને છિડી (ગલી) પણ કહે છે. જેમ રસ્તે ચાલતાં કઈ પ્રકારની નડતર આવે ત્યારે ગલી કૂંચીમાં થઈને પાછા મુખ્ય રસ્તા ઉપર આવી જવાય છે, તેવી જ રીતે સમકિતનું પાલન કરતાં કઈ પ્રકારની ગંભીર મુશ્કેલી ઊભી થવા પામે, તે, ઉપર કહેલી ગલીઓમાંથી પસાર થઈને પાછા મુખ્ય સડક (સમકિત) ઉપર આવી જાય છે.
આ આગાર કંઈ બધા સમકિતીઓ માટે નથી. જેઓ શૂર, વીર, ધીર, સાહસિક, દઢ સમકિતી હોય છે, જેમને હાડહાડની મજજાએ ધર્મને રંગ કિરમજના રંગની પેઠે અટળ લાગી ગયું હોય છે તેઓ તે જાનમાલ, ઈજજત, વગેરે સર્વસ્વનો નાશ થઈ જાય તે