________________
પર
જેન તત્વ પ્રકાશ ૨. સલાપ-મિથ્યાતી છળકપટથી ભરેલા માયાવી હોય છે, તેઓ સહજમાં સમકિતને બટ્ટો લગાડી દે છે. એટલા માટે તેમની સાથે વિશેષ વાર્તાલાપ કરે નહિ, અને સમકિતીની સાથે ધર્મચર્ચાદિ વાર્તાલાપ વારંવાર કરે.
૩. દાન-દુઃખી, દરિદ્રી, અનાથ, અપંગ વગેરે ઉપર દયા લાવી દાન આપવું તે તે સમકિતીનું કર્તવ્ય છે, પરંતુ તેમને દાન આપવાથી મને મોક્ષ મળશે એવી ઈચ્છાથી મિથ્યાને દાન આપે નહિ અને પોતાની પાસે જે શ્રેષ્ઠ દેવા યોગ્ય વસ્તુ હોય તે ગ્રહણ કરવા સમકિતને આમંત્રણ કરે, તેમને જે જોઈએ તે આપે. ગરીબ વધમીઓને યથાશકિત સહાય અવશ્ય કરે.
૪. માન-મિથ્યાત્વીઓનું સન્માન કરે. કેમકે તે જોઈ સમકિતીએનાં મન મિથ્યાત્વી તરફ આકર્ષાય અને તેઓ શિથિલ બની જાય કે અન્યમતિ બની જાય. સમકિતીનાં માન સન્માન અવશ્ય કરે, જેથી તેઓ દઢધમી બને અને સમકિતીનું માન-મહાતમ્ય વધતું જઈ મિથ્યાત્વીઓનાં ચિત્ત પણ સમકિતી તરફ આકર્ષિત બને અને તેઓ પણ જૈન ધર્માનુરાગી બને.
૫. વંદના-મિથ્યાત્વીઓનાં આડંબરની, તેમની રિદ્ધિસિદ્ધિની, સંપની તથા હિંસક ક્રિયાઓની પ્રશંસા કરે નહિ, અને સમકિતીએ કરેલાં ધર્મ કૃત્યેની તેમના ઔદાર્યાદિ ગુણોની વારંવાર પ્રશંસા કરે, ગુણવંતેના ગુણને દીપાવે.
૬. નમસ્કાર–મિથ્યાત્વને નમસ્કાર કરે નહિ, અને જેવી રીતે શંખ શ્રાવકની સ્ત્રી ઉપ્પલાબાઈએ પોખલીજી શ્રાવકને તિખુત્તના પાઠથી નમસ્કાર કર્યા તેવી જ રીતે પોતાનાથી ગુણમાં, જ્ઞાનમાં અને વયમાં વૃદ્ધ હોય એવા સ્વધર્મીઓને નમસ્કાર કરવા જોઈએ. દરેક સ્વધર્મ સાથે સદૈવ સવિનય નમ્રતાપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈ એ.
જેવી રીતે વૈષ્ણવ “જય ગોપાળ” મુસલમાને “સલામ” આદિ તિપિતાને દેવનાં નામ લઈ નમન કરે છે, તેવી રીતે સમ