________________
૬૫૧
પ્રકરણ ૪થું ઃ સમ્યક્ત્વ બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરે, (શીલને સ્કંધ), રાત્રિના ચારે આહાર ભોગવવાને (ચવિહારને સ્કંધ) ત્યાગ કરે, લીલોતરી જીવનભર ખાવાને ત્યાગ કરે ( લીલોતરી સ્કંધ) અને સચેત પાણીનો ત્યાગ સ્વીકારે (કાચા પાણીને સ્કંધ) આ પ્રમાણે ચારે સ્કંધ અંગીકાર કરે તથા યુવાવસ્થામાં અનેક પ્રત્યાખ્યાન કરી મમત્વી લોકોને ચમત્કાર ઉપજાવી ધર્મનો પ્રભાવ વૃદ્ધિગત કરે છે અને આ બધું પોતાના આત્મિક વિકાસની ભાવનાએ જ કરે છે.
૮. કવિત્વ શકિત પ્રભાવના–સંગીતમાં પણ અજબ શક્તિ છે. ઘણીવાર ઉપદેશથી જે અસર ન થાય તે સંગીતથી–ઉત્તમ કાવ્યથી થાય છે. કવિતા દ્વારા પણ અન્ય જેના ઉપર ધર્મને સારો પ્રભાવ પાડી શકાય છે. તેથી જે સમકિતીને જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી કવિત્વશક્તિ પ્રાપ્ત થઈ હોય તેમનું કર્તવ્ય છે કે, તેઓ કામોત્તેજક, વિકારવર્ધક, ઈત્યાદિ કુમાગે પોતાની કવિત્વ શક્તિને અપવ્યય ન કરતાં સાધુ, સાધી, શ્રાવક, શ્રાવિકા, સંત, સતી, ધર્માત્મા, વગેરે ગુણવંતોના ગુણાનુવાદ રૂપ સ્તવન, પદ, સવૈયા, છંદ, વગેરે કવિતા બનાવી તથા આધ્યાત્મિક વૈરાગ્ય રસોત્પાદક ગૃઢ ગહનાર્થથી ભરપૂર કવિતાઓ રચી, યાચિત રાગમાં સંભળાવી લોકોના દિલ પર ધર્મને પ્રભાવ પાડે, ધર્મના અનુરાગ જે જૈનધર્મના પ્રભાવથી આપણે આત્મા ઉન્નત અને શાશ્વત સુખની સન્મુખ થયો છે તે ધર્મનો પ્રભાવ બીજાને બતાવી તેમને સદ્ધર્મના શરણે લાવી સુખી. કરવાની ભાવના સમકિતીઓના હૃદયમાં સદાય જાગૃત રહે છે, અને સ્વપરહિત સાધનને તે પોતાનું સાચું કર્તવ્ય સમજે છે. આ કર્તવ્યપાલન અર્થે ઉપર્યુક્ત આઠ પ્રભાવનામાંથી જેમની જેલી શક્તિ હોય. તે પ્રમાણે પ્રભાવના કરી ધર્મોન્નતિ અને ધર્મવૃદ્ધિ કરે, પરંતુ પ્રભાવક થઈને હું પ્રભાવક છું, હું ધર્મદીપક છું કે શાસનદિવાકર છું એવા પ્રકારનું અભિમાન લાવી પ્રાપ્ત થયેલા મહાન ફળને નષ્ટ ન કરવું. આ વાત ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે.
નવમે બોલે જયણું–ચતના ૬ ૧. અલાપ–પ્રોજન વિના તેમ જ પિતાને બોલાવ્યા વિના મિથ્યાવીની સાથે બેલે નહિ અને સમકિતી લાવે અથવા ન પણ બોલાવે છતાં તેમની સાથે યથોચિત વાર્તાલાપ કરે.