________________
૬૬૦
જૈન તત્વ પ્રકાશ શ્રીમંત, કેઈ ગરીબ, વગેરે અનેકવિધ વિચિત્રતાઓ પ્રત્યક્ષ જોઈ શકાય છે, અને તે જીવનાં સ્વકૃત કર્મનું જ ફળ છે.
વળી, ઊંદર અને બિલાડીને જન્મથી જ વેર છે એ પૂર્વજન્મને સિદ્ધ કરનારું પ્રમાણ છે. જો પૂર્વે કરેલાં કર્મ હમણાં ભેગવે છે; હમણું કરે છે તેનાં ફળ ભવિષ્યમાં ભગવશે. જીવના શરીરને પલટે થતું રહે છે પણ જીવને પિતાને પલટ થતો નથી, તે તે સદા શાશ્વત છે. તેને અસંખ્યાત પ્રદેશમાં એક પ્રદેશ પણ જૂનાધિક થતું નથી, આ નિશ્ચય માનવું. દ્રવ્યથી આત્મા નિત્ય છે, પર્યાય (અવસ્થા)થી અનિત્ય છે.
૩. આત્મા કર્તા છે ? ઉક્ત પ્રમાણેથી કેટલાકે આત્માને નિત્ય તો માને છે પણ કહે છે કે, આમા સ્વાધીન નથી, પણ ઈશ્વરાધીન છે, એટલે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ સંસારનાં સઘળાં કાર્યો થતાં રહે છે. જે આત્મા સ્વાધીન હોત તે દુઃખી શા માટે થાત ? તેથી આત્મા કર્તા નથી.
આવું માનનારાઓએ સમજવું જોઈએ કે જે કરે તે જ ભગવે. જેણે કર્મ કર્યું તેણે જ તેનું ફળ ભોગવવું જોઈએ. જે ઇશ્વર જ બધું કરનાર હોય તે કરણીનાં ફળ ઈશ્વરે જ ભેગવવાં જોઈએ. પછી ઈશ્વરમાં અને જીવમાં કશું અંતર રહ્યું નહિ. પાછલા પ્રકરણોમાં આ વિષે ઘણું વિવેચન થઈ ગયું છે, અને અનેક યુકિતઓ અને પ્રમાણેથી સિદ્ધ કરી ચૂક્યા છીએ કે કર્મને ક્ત આત્મા જ છે. વ્યવહારથી આત્મા કર્મ કર્તા છે અને નિશ્ચયથી પોતાના ભાવને કર્તા છે.
૪. આત્મા ભોક્તા છે ? ઉક્ત પ્રમાણોથી આત્માના કરવપણને તે કેટલાક સ્વીકાર કરે છે અર્થાત્ આત્મા કર્મને કર્તા છે એમ માને છે, પણ કર્મ જડ હોવાથી તે ગમનાગમન કરી શકતાં નથી તેથી તે અહીં જ રહી જાય છે અર્થાત્ જીવની સાથે જતાં નથી અને તેટલા માટે કૃતકર્મનું ફળ ભોગવનાર આત્મા નથી. આવું માનનારે વિચારવું જોઈએ કે, જેમ મદિરાપાન કરનારની સાથે મદિરાનો શીશે