________________
પ્રકરણ ૪ યુ : સમ્યક્ત્વ
૬૪૫
દેશક ઘણા થશે, એટલા માટે ન્યાયાનુગત-ન્યાયાચિત પથ એટલે માક્ષમા પ્રાપ્ત કરવામાં ભવ્ય જીવાએ એક સમય માત્રને પ્રમાદ કરવા ઉચિત નથી. એટલા માટે જિનપ્રણીત શાસ્ત્રોનું જ્ઞાન સમકિતી જનાએ પ્રાપ્ત કરવુ' એ પરમાવશ્યક છે.
આપ્ત પુરુષાનાં કથન ગહન અને પરમાદક હાવાથી ગુરુગમથી ધારી સ્વયં શાસ્ત્રનું શ્રવણ, પહેન, મનન કરે અને અન્યને કરાવે. અને એ રીતે જ્ઞાનમાં આગળ વધેલેા અને તત્ત્વની યથાર્થ સમજણુ અને શ્રદ્ધા પામેલા સમકિતી પેાતાના તેમ જ પરના આત્માને ઉન્માગે જતા રાકી સન્માર્ગે વાળવા શક્તિમાન હૈાવાથી તે ધર્મોના પ્રભાવક કહેવાય છે 4.
૨ ધમકથા પ્રભાવના-ધર્મ કથા દ્વારા જિનશાસનની પ્રભાવના કરે, અર્થાત્ ધર્મોપદેશ દ્વારા પણ ધર્મના પ્રભાવ, પ્રચાર થઇ શકે છે, તેથી સમ્યફ્ળી સ્ત્રી પુરુષો સભામાં, સાસાયટીમાં, કોન્ફરન્સમાં, કેૉંગ્રેસમાં અથવા જ્યાં જયાં જનસમુદાય એકત્રિત થતા હાય તેવા સમૂહમાં કે મેળાવડામાં ઉપસ્થિત થઇ દ્રવ્ય,ક્ષેત્રકાળ,ભાવને જોઈને સમયેાચિત ઉપદેશ સૌ સમજી શકે અને સર્વાંને રુચિકર તથા હિત થાય તેવી ભાષામાં આપે, તેમાં જિનપ્રણીત ધર્મનાં તત્ત્વાને અનેક મતમતાંતાનાં દાખલા દલીલે। સહિત, સ્યાદ્વાદશૈલીથી સરલ બનાવીને મહામંડાણથી ધર્મકથા કરે અને એ રીતે સત્ય ધર્મના પ્રભાવ અન્યના હૃદયમાં અંકિત કરે (પ્રથમ ખંડના ત્રીજા પ્રકરણમાં ઠાણાંગજી શાસ્રકથિત ચાર પ્રકારની ધ કથાનું સવિસ્તર વર્ણન કર્યુ* છે ત્યાંથી ધર્મકથાના વિધિ સમજી લેવે.)
૩ નિરપવાદ પ્રભાવના—અનંતજ્ઞાનીએ પ્રરૂપેલાં શાસ્ત્રના વચન મહુ ગહન હેાય છે, સ`ક્ષિપ્તમાં અને અનેકાથી હાય છે. ગીતાથી
+ દક્ષિણ હૈદ્રાબાદ નિવાસી રાજા બહાદુર લાલાજી સુખદેવસહાયજી જવાલાપ્રસાદજીએ રૂ. ૪૨૦૦૦નું ખર્ચ કરી બત્રીસે સૂત્રેાને ઉદ્ધાર કરાવી ૧૦૦૦ સ્થળે શાસ્ત્રભંડાર કરી આપવાથી તેઓશ્રીએ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્તમ સગવડ કરી આપી છે.