________________
જૈન તત્ત્વ પ્રકાશ્ય
ઉપર્યુકત પાંચ પ્રકારનાં ભૂષણ વડે સમકિતી જીવ પેાતાના સમકિતને દૃઢ કરતા તથા દીપાવતા થકે અન્યનાં મન પણ સમકિત તરફ આકર્ષે છે.
૬૪૪
આઠમે મેલે પ્રભાવના ૮
જે કૃત્ય કરવાથી આપણા સ્વીકૃત ધર્મના પ્રભાવ અન્યના ઉપર પડે, ધર્મનું માહાત્મ્ય વધે, તેની પ્રશંસા અને પ્રખ્યાતિ ચામેર પ્રસરે, અને જનતાનું ધર્મ પ્રતિ આકર્ષણ થાય તેને પ્રભાવના કહે છે. આજકાલ પતાસાં કે સાકર વહેંચવી એટલા પૂરતા જ પ્રભાવનાના અ લેાકેા સમજી બેઠા છે, પરતુ તેના અર્થ બહુ વિશાળ અને વ્યાપક છે. પ્રભાવના નીચે જણાવેલા આઠ પ્રકારે થાય છે.
૧. પ્રવચન પ્રભાવના-શ્રી જિનેશ્વર ભગવાનનાં વચનનિગ્રંથ પ્રવચનની પ્રભાવના (પ્રચાર) કરે. વર્તમાન કાળમાં શાસ્ત્ર જ ધર્મના સત્ય પ્રભાવક છે. ભૂતકાળમાં કેવળી તથા શ્રુતકેવળી મહાપુરુષો દ્વારા જિનપ્રણીત ધર્માંના અદ્વિતીય પ્રભાવ જગતમાં પડી રહ્યો હતા, પરં'તુ વર્તમાનમાં તેવા મહાપુરુષોના અભાવ છે, છતાં આપણાં અહાભાગ્ય છે કે, તેમની વાણી શ્રી ગણધર દેવાએ ઝીલી સૂત્રરૂપે ગૂથી છે, તે વાણી અલ્પાંશે પણ આજે મેાજૂદ છે અને એ જ જિનપ્રવચન હમણાં અને ભવિષ્યમાં ધર્મના આધારસ્થંભ રૂપે રહી જગતનું કલ્યાણ સાધે છે, અને સાધશે.
શ્રી ઉત્તરાયધ્યનજીના ૧૦મા અધ્યયનમાં કહ્યું છે કે— न हु जिणे अज्ज दिस्सर, बहुमओ दिवस मग्गदेसि | संपइ नेयाउओ पहे, समयं गायम मा पमाय ॥३१॥
અર્થાત ભગવંત શ્રી મહાવીરે મેાક્ષ પધારતી વખતે કહ્યું છે કે, હે ગૌતમ! પાંચમા આરામાં જિન ( તી"કર )નાં દર્શન તે થશે નહિ, પરંતુ મુક્તિમાર્ગનાં દક સૂત્રેા—શાસ્ત્રો અને તેના ઉપ
.
૦ ગાથામાં વર્તમાનકાળનો પ્રયોગ છતાં અશ્ર્વમાં ભવિષ્યકાળ વાપર્યાં છે, આનું રહસ્ય ગીતા ગુરુ પાસેથી ધારવું. ભવિષ્યકાળનું વર્તમાનકાળમાં આવેપણ વાત સમજાવતી વખતે થઈ શકે છે તે નિગમનયના વ્યવહાર છે. પૂ. શ્રી ધારીલાલજી મ સા. કૃત ઉ, સૂત્ર પાના ૫૦૬માં વધારે ખુલાસા છે. )