________________
૬૪૨
જૈન તત્ત્વ પ્રકાશ તમારી સન્મુખ થયાં છે માટે તેનાથી ગભરાવું નહિ, પણ સમભાવે સહી લઈ તેને નાશ કર.
જે ક્ષત્રિય યુદ્ધમાં ઊતર્યા પછી પાછા ભાગે છે તેની ઘણી ખરાબી થાય છે, તેવી જ રીતે જે તમે કર્મના ઉદયથી (દુઃખથી) ડરી જઈ પાછા ભાગશે અર્થાત્ ધર્મભ્રષ્ટ થશે તે જેવી રીતે હારેલા અને પાછા હઠતા રાજાની, શત્રુ રાજા ફજેતી કરી વધુ હેરાનગતિ કરે છે, તેવી રીતે કર્મો પણ તમને વિશેષ હેરાન કરશે. મતલબ કે હાલના દુઃખ કરતાં પણ નરક તિર્યંચાદિ ગતિમાં અનંત ઘણું અધિક દુઃખ ભોગવવાં પડશે.
એથી ઊલટું, જે ધર્મમાં દઢતા રાખશે તે સ્વલ્પ કાળમાં અશુભ કર્મો નષ્ટ થઈ જશે, અને આ લેકમાં તથા પાકમાં પરમાનંદની પ્રાપ્તિ થશે. સુવર્ણને જેમ જેમ અધિક તપાવે છે, તેમ તેમ તેના ગુણમાં અધિક વૃદ્ધિ થાય છે, પરંતુ પિત્તળ કાળું પડતું જાય છે. માટે આપણે તે સુવર્ણ સમાન જ બનવું જોઈએ.
કેટલાક અજ્ઞાની છ સંકટ સમયે એ વિચાર કરે છે કે, હું જ્યારથી ધર્મ કરવા લાગ્યો છું, ત્યારથી મારા પર દુઃખ પડવા લાગ્યું છે. આવા વિચારથી ધર્મને કલંકિત કરે છે અને કર્મોને વજન લેપ સમાન બંધ કરે છે. એમને ચેતવીએ છીએ કે, ભાઈ! તમે આટલો તે દઢ વિશ્વાસ રાખજો કે ધર્મ કરવાથી દુઃખની પ્રાપ્તિ થતી જ નથી. હાલ જે દુઃખ પ્રાપ્ત થયું છે તે પૂર્વકૃત કર્મનું ફળ છે. જેમ હાડે બેસી ગયેલે તાવ ઔષધિના પ્રયોગથી ઊભરાઈને બહાર આવીને પછી હંમેશને માટે દૂર થઈ જાય છે, અથવા જુલાબના પ્રગથી પેટ સાફ થઈ જાય છે, તેવી જ રીતે ધર્મના પ્રગથી આ કષ્ટ નષ્ટ થવાને અર્થે જ તેને જુલાબ થઈ રહ્યું છે. જે જુલાબને અલ્પ દુઃખથી ગભરાઈ જઈ કુપથ્ય સેવે છે તે બહુ દુઃખ પામે છે.
આ જ પ્રમાણે જે કર્મોદયથી ગભરાઈને ધર્મભ્રષ્ટ થાય છે, અને અધર્માચરણ કરે છે તે આ ભવ પરભવમાં અનંત દુઃખને પામે છે. એટલા માટે આત્મબંધુઓ! નિશ્ચય રાખજો કે, અશુભ કર્મ નષ્ટ