________________
પ્રકરણ ૪ થું ઃ સમ્યક્ત્વ
૬૪ પિતાનામાં શક્તિ હોય તે પોતે સમાધાન કરે અને પોતે સમર્થ ન હોય તે કોઈ વિશેષજ્ઞ ગીતાર્થને વેગ મેળવી સંવાદ દ્વારા શંકાનું સમાધાન કરાવે અને તેને દઢ બનાવે.
કંઇ સંકટમાં આવી પડતાં કેઈ કદાચ ધર્મભ્રષ્ટ થયો હોય તે તેને સંકટ નિવારણાર્થે પોતે સમર્થ હોય તે સ્વયં તેને સંકટથી મુક્ત કરે, અગર પોતે સમર્થ ન હોય તે અન્યની સહાયથી તેનું સંકટ નિવારી ધર્મમાં સ્થિર કરે.
કદાપિ એવું ન બને તે તેને સમજાવે કે, ભાઈ ! કર્મની ગતિ બહુ વિચિત્ર છે. તીર્થકર અને ચક્રવતી જેવા મહાન પુરુષોને પણ કમેં છોડ્યા નથી તો આપણું શું ગજુ ! પરંતુ સંકટ સમયે સંત અને સતીએ ધર્મમાં અચળ રહ્યાં છે, તેઓ અલ્પ સમયમાં સમસ્ત દુઃખનો અંત આણી મહા સુખના ભક્તા બની ગયાં છે અને પોતાના નામને સંસારમાં અમર કરી ગયાં છે.
શાસ્ત્રમાં, ગ્રંથોમાં, કાવ્યમાં તેમનાં જ યશોગાન ગવાય છે કે જેમણે સુખી અવસ્થા કરતાં પણ દુઃખી અવસ્થામાં ધર્મનું અધિક પાલન કર્યું હોય છે. કર્મને નષ્ટ કરનાર ધર્મ જ છે, બીજું કઈ નથી એટલે સંકટથી છૂટવા માટે સંકટ સમયે અધિક ઉત્સાહથી ધર્મારાધન કરવું. જેમ સમ્મુખ ચાલવાથી શ્વાન પણ દૂર થઇ જાય છે, તેમ સંકટ પણ તેનો ભય છેડી સામા થવાથી દૂર ભાગી જશે. કર્મશત્રુઓને હરાવી અક્ષય સુખ પ્રાપ્ત કરવું એ જ આ પરમ પુણ્યોદયે પ્રાપ્ત થયેલા માનવ જન્મનું સાર્થક છે. અત્યારે જે કર્મો ઉદયભાવમાં આવેલાં છે તે તમને તે કર્મોથી મુક્ત કરવા માટે અને છેવટે સુખ આપવા માટે જ
મનહર છંદ આદિનાથ અને બિન માસ દ્વાદશા રહે, મહાવીર સાડે બાર વર્ષ દુઃખ પાયે હૈ સનતકુમાર ચક્રી કુષ્ટિ વર્ષ સાતસેલે, બ્રહ્મ ચક્રી અંધ રહી નકે સિધાયે હૈ. ઈત્યાદિક ઈંદ્ર નરેન્દ્ર કર્મવશ બને, વિટમ્બણું સહી તેરી ગિનતી કહલાયે હૈ કહત “અમોલ” જિન વચન હૃદય તેલ, સમતાસે કમ ડે, સુખ સહી પાયે હૈ
૪૧.