________________
જૈન તત્ત્વ પ્રકાશ
હવે ધારો કે અન્યની સાથે સારા વર્તાવ કરવા છતાં પણ તે આપણી સાથે બૂરા વર્તાવ કરે તેા ચિતવવું કે તેની સાથે કોઈ પૂર્વના વેરાનુબ'ધ છે તે ઉદયભાવમાં આવ્યા છે, તે તા ભોગવ્યા વિના છૂટકો જ નથી . દાળ માળ ન મોકલ સ્થિ” હવે જો હું પુનઃ દ્વેષભાવ આદિ વેર વિરાધ વધારીશ તે આગળ જતાં વધારે દુઃખી થઈશ. જાણી બૂઝીને કોઇનુ ખૂરુ કરવુ. તે જ્ઞાનીને માટે ઉચિત નથી; દ્વેષના નાશ દ્વેષથી હિ, પ્રેમથી જ થવાના છે. આમ વિચારી સમકિતી જીવ દુશ્મનનું ભલું જ ચાહે છે.
૬૨૬
વળી, કોઇના તરફથી સુખ પ્રાપ્ત થાય છે ત્યારે વિચારે છે કે, આ મારાં શુભ ક ના ઉડ્ડયનું ફળ છે. જગતના સર્વ જીવા પાતપાતાના સ્વાર્થ સાધવામાં તત્પર રહે છે, સાચેા—સત્ય સ્વાર્થ કોઈ સાધતું નથી, મારું ભલું બૂરું તે હું જ કરી શકું તેમ છું. આમ જાણી રાગભાવ ધારણ ન કરે
આવી જ રીતે, શુભાશુભ પુદ્ગલાના સબંધમાં પણ વિચાર કરે કે, પુદ્ગલાના સ્વભાવ ક્ષણભંગૂર છે. તે સારાનાં માઠાં અને ભાડાનાં સારાં થાય છે. જે ભાજન ભોગવતાં સારાં પુદ્ગલેા લાગે છે તે જ વમન કરતાં ખરામ લાગે છે. માટી કે પથ્થર અયેાગ્ય સ્થાને પડેલાં ખરાબ લાગે છે, પરંતુ તે ઉપર કારણી આદિ કરી યોગ્ય સ્થાને રાખવાથી સારાં દેખાય છે. આ પ્રમાથે જેનાં પરિણમન નિત્ય પલટાયા કરે છે તેના પર રાગદ્વેષ કરવા મિથ્યા છે. ઈત્યાદિ વિચાર કરી સમિકતી જીવ દરેક અનાવમાં સમભાવી રહે છે,
*
દાહા—બધા સાહી ભાગવે, કશુભાશુભ ભાવ;
ફલ નિર્જરા હાત હૈં, યહ સમાધિ ચિત્ત ચાવ. श्लोक - न कश्चित्कस्यचिन्मित्र, न कश्चित्कस्यचिद्रिपुः ।
अर्थतस्तु निद्यन्ते, मित्राणि रिपवस्तथा ॥
અ—કોઈ કોઈનું મિત્ર કે શત્રુ નથી પરંતુ સ્વાશ્ત્રથી જ મિત્ર શત્રુ થાય છે. આમ મહાભારત શાન્તિપ ના ૧૩૮ મા અધ્યાયમાં કહ્યુ છે.