________________
પ્રકરણ ૪ થું : સમ્યકત્વ
૬૩૫
કુટુંબની આજ્ઞા લીધા વિના જ દીક્ષા લીધી છે. (૪) મહાવીર સ્વામીએ ૧૨ વર્ષી અને ૧૫ દિવસ તપશ્ચર્યા કરી અને બુધે છ વર્ષી તપશ્ચર્યા કરી છે. (૫) મહાવીરે તપશ્ચર્યાને ધર્મનુ મુખ્ય અંગ એટલે મુક્તિનુ કારણુ ખતાવેલ છે. અને બુધ્ધે તપશ્ચર્યાંના સમયને ફેકટ કહ્યા છે. (૬) મહાવીર પાવાપુરીમાં નિર્વાણ પામ્યા અને બુધ્ધના દેહાત્સગ કુ ડિકુંડમાં થયેા.
આથી એ સિદ્ધ થાય છે કે, મહાવીર અને બુદ્ધ એ-બન્ને ભિન્ન વ્યક્તિ હતી. તેમજ મહાવીરે પ્રવર્તાવેલ જૈન ધમ અને બુધ્ધે પ્રવર્તાવેલ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોમાં પણ તફાવત છે. જૈન ધર્મે હિંસાના કારણભૂત માંસભક્ષણની સાક્ મના કરી છે અને બુધ્ધે ગૃહસ્થાએ તૈયાર કરેલું માંસ પેાતાના સાધુ ગ્રહણ કરે તે પ્રવૃત્તિને નિર્દેષ બતાવી છે. જૈનમત સ્યાદ્વાદ છે. બૌદ્ધ મત ક્ષણિકવાદ છે.
જૈનધમ એ બૌદ્ધ મતની શાખા નથી એ વાત હવે સિદ્ધ થઈ. ચૂકી છે. પાશ્ચાત્ય વિદ્વાનાની એ ભ્રમણા હવે દૂર થઈ છે. કારણ કે ખુદ બૌદ્ધનાં ધર્માંશાસ્ત્રોમાંથી જ એની પુષ્ટિનાં અનેક પ્રમાણા મળી આવે છે. જેવાં કે—૧. ‘ મહાવીર ’ ના છઠ્ઠા અધ્યયનમાં લખ્યું છે કે. મહાવીરના સિંહુ નામના શ્રાવકે બુદ્ધદેવની મુલાકાત લીધી હતી. ર.. ૮ મઝિમનિકાય ” માં લખ્યુ છે કે, મહાવીરના ઉપાલી નામના શ્રાવકે બુદ્ધદેવની સાથે શાસ્રા કર્યાં હતા. આવાં આવાં ઘણાં પ્રમાણાથી સાબિત થાય છે કે બૌદ્ધ ધર્માંથી પણ જૈન ધર્મ પ્રાચીન અને સ્વતંત્ર છે.
વેદમાં પણ તીર્થંકરોની સ્તુતિ હાવાથી જૈન ધર્મ વેદોથી પણ પ્રાચીન છે. પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન થઈ ગયાને અસ`ખ્ય વર્ષો વીત્યાં છે અને ઋષભદેવની પહેલાં પણ જૈન ધર્મ નહોતા એમ નથી. ભૂતકાળમાં અનંત ચાવીસી થઈ ગઈ છે. વળી, મહાવિદેહમાં સદાકાળ જૈન ધર્મ પ્રવર્તમાન હાય છે. એટલા માટે જૈન ધમ સનાતન અને સત્ય છે એવી દૃઢ આસ્થા રાખી કોઈના ચળાવ્યા કદી પણુ ચલાયમાન થવુ નહિ. સમકિતમાં દૃઢ રહેશે તે જ આત્માનું પરમ કલ્યાણ કરી પરમાનંદ પ્રાપ્ત કરી શકશે.