________________
૬૩૮
જેન તત્વ પ્રકાશ
કાર્યમાં સહાયતા દેવી, સેવાભક્તિ કરવી એ સમકિતીનું ભૂષણ છે. જેવી રીતે રાજાની સેવા કરતાં રાજ્યસુખની પ્રાપ્તિ થાય છે તેવી રીતે ચતુર્વિધ સંઘતીર્થની સેવા પણ મુક્તિદાયક નીવડે છે. | તીર્થસેવકોનું કર્તવ્ય છે કે સાધુ સાધ્વીની અનન્યભાવે ભક્તિ કરે, ગુણગ્રામ કરે, યાચિત નિર્દોષ સ્થાનક, આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધોપચાર આદિ જે જોઈએ તે સ્વયં આપે. અન્ય પાસેથી અપાવે, વ્યાખ્યાન શ્રવણ કરી હૃદયમાં ધારે, યથાશક્તિ વ્રત નિયમ
સ્વયં કરે, અન્ય પાસે કરાવે, તન, મન, ધનથી યથોચિત ધર્મોન્નતિ - સ્વયં કરે અને અન્ય પાસે કરાવે.
ચોથા આરામાં સાધુએ ગામ બહાર ઊતરતા હતા, ત્યાં પણ લેકે ધર્મલાભ લેવા જતા હતા, સર્વસ્વનું બલિદાન કરી ધર્મોન્નતિ કરતા હતા, પરંતુ આજના જમાનામાં કેટલાક ભારેકમી છે એવા છે કે, ઘરની નજીકમાં ઊતરેલા સાધુનાં દર્શન કે વાણીશ્રવણને લાભ પણ લઈ શકતા નથી. જે ભાવ તીર્થ તે ચતુર્વિધ સંઘ જ જ્ઞાનાદિ સહિત, જે ભાવથકી તીરે તે ભાવ તીરથ તથા ક્રોધાગ્નિ દાહ ઉપશમાવવો, લોભ, (તૃષ્ણા) ટાળવો, કર્મમલ ફેડવું અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર એ વિશે રવીવો તીણને ભાવતીર્થ કહીએ.” - શ્રી યોગીંદ્રદેવ રચિત “શ્રી અનુભવમાળા” અપરનામ “સ્વાનુભવ દર્પણ” જેનું ભાષાંતર શ્રી માણેકલાલ ઘેલાભાઈ તથા ફતેચંદ કપૂરચંદ લાલને મળી કર્યું છે, અને જે સં. ૧૯૬૨ ના અષાઢમાં મુંબઈ નિર્ણયસાગર પ્રેસમાં છપાયેલ છે તેના બાવનમાં પૃષ્ઠ પર લખ્યું છે કેદેહરા–ભમે કુતીર્થે ત્યાં સુધી, કરે ધૂર્તતા ઢગ;
સગુર, વચન ન સાંભળે, કરે કુગુરને સંગ. તીર્થે ને દહેરાં વિશે, નિશ્ચ દેવ ન જાણ; જિન ગુરુ વાણી ઈમ કહે, દેહમાં દેવ પ્રમાણ. તનમંદિરમાં જીવ જિન, મંદિર-મૂર્તિ ન દેવ; રાજા ભિક્ષાર્થે ભમે, એવી જનને ટેવ. નથી દેવ દહેરા વિષે, છે મુર્તિ ચિત્રામ, જ્ઞાની જાણે દેવને, મૂર્ખ ભમે બહુ ઠામ, ખરો દેવ છે દેહમાં, જ્ઞાની જાણે તે; તીર્થ દેવળ દેવ નહિ, પ્રતિમા નિશ્ચય એહ.