________________
૬૨૮
જૈન તત્વ પ્રકાશ ૪. અનુકંપા–અન્યને દુઃખી જોઈને આપણું હૃદય કંપે, દયાભાવ પ્રગટે તેનું નામ અનુકમ્પા. श्लोक-सत्वं सर्वत्र वित्तस्य दयार्द्रत्व दयावतः ।
धर्मस्य परम मूलमनुकम्पा प्रवक्ष्यते ।। અર્થ––ધર્મનું ઉત્કૃષ્ટ મૂળ અનુકંપા છે. આ મૂળ ધર્માત્માન અંતઃકરણમાં હોવાથી તેને સુખાભિલાષી જીવ પર દુઃખ પડેલું દેખીને અનુકંપા ઊપજે છે. અને દુઃખથી પિડાતાં તે બિચારાં પ્રાણીઓને યથાશક્તિ સુખોપચાર કરી સુખી બનાવે છે. શ્રી તીર્થંકર પ્રભુ પણ સર્વ જીવે સમજી શકે તે પ્રકારના વચનાતિશય દ્વારા દેશના ફરમાવે છે.
સાધુ મહાપુરુષે પણ સુધા, તૃષા, શીત, તાપ, માર્ગીતિકમણને પરિશ્રમ, ઈત્યાદિ પરિષહ સહીને પણ ગ્રામાનુગ્રામ વિહાર કરી ઉપદેશ આપતા રહે છે, તેને પણ મુખ્ય હેતુ જગતના જીવને શારીરિક, માનસિક દુખેથી છૂટવાને ઉપાય બતાવવાને જ હોય છે, એ પણ અનુકંપા જ છે. શ્રાવકે પણ ભૂખ્યાં ને અન્ન અને તરસ્યાને પાણી વગેરે આપી દુઃખીયાને દુઃખમુક્ત કરે છે તે પણ અનુકંપા છે. અન્યને દુઃખી, દેખી દિલમાં અનુકંપા ન આવે તે અભવ્યનું લક્ષણ છે.
ઈંગાલમર્દન આચાર્યવત્ જ સામ્પ્રત સમયે કેટલાક અભિગ્રહિક + દોહો–દયા ધર્મક મૂલ હૈ, પાપ મૂલ અભિમાન,
તુલસી” દયા ન છોડીએ, જબ લગ ઘટમેં પ્રાણ. * પાટલિપુત્ર નગરના ચંદ્રગુપ્ત રાજાએ પાખીને પિષો કરેલ. રાત્રે તેમણે સ્વપ્નામાં જોયું કે પ૦૦ હાથીને નાયક એક ભુંડ સૂવર બન્યો છે. સવારે ૫:૦ સાધુના પરિવારે ઉક્ત આચાર્ય આવ્યા. તેમની પરીક્ષાને અર્થે રાજાએ તેઓ જે સ્થાનમાં ઉતર્યા હતા તેની નજીક રાત્રિના સમયે કોલસા બિછાવી દીધા. રાત્રે માત્ર પરાવવા જતાં બધા સાધુ “જીવડા” છે એવી ભ્રાતિથી પાછા ફરી ગયા. અને આચાર્ય તે કોલસા ખૂંદતા ચાલ્યા ગયા. બુદ્ધિવાન રાજા સમજી ગયો કે, ભંડ સમાન અનુકમ્મા રહિત આચાય કોઇ અભવ્ય જીવ દેખાય છે. પ્રાત:કાળમાં સાધુઓને સમજાવીને તેમને આચાર્ય પદથી દૂર કર્યા અને અન્ય યોગ્ય સાધુને આચાર્ય બનાવ્યા. આ પ્રમાણે, અભવ્યને અનુકંપા હોતી નથી.