________________
૬૨૩
પ્રકરણ ૪ થું : સમ્યકત્વ જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એવા સાધુ સમાધિ ભાવમાં આયુષ્ય પૂર્ણ કરી જે સર્વથા કર્મ ક્ષય થઈ ગયાં હોય તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. અને જે સાત લવ જેટલા આયુષ્યમાં તથા એક બેલાના તપથી ક્ષય થાય તેટલાં કર્મ બાકી રહી જાય તે ૩૩ સાગરેપમના આયુષ્યવાળા સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવ થાય છે.
૧૬. ઉક્ત પ્રામાદિમાં જે મહાત્મા રાગ, દ્વેષ, વિષય, કષાય, મેહ, ઈત્યાદિ કર્મબંધના હેતુને સર્વથા પરિત્યાગ કરી યથાખ્યાત ચારિત્ર અને શુકલ ધ્યાનથી સર્વ કર્મને ક્ષય કરે તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ' હે ભવ્ય! શ્રી ઉવવાઈજી સૂત્રના આ પ્રમાણથી નિશ્ચયાત્મક માને કે કરણીનાં ફળ અવશ્ય મળે જ છે. જિનાજ્ઞાનુસાર કરણી કરવાથી ભવભ્રમણ ઘટે છે અને આજ્ઞા વિનાની શુભ કરણથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે, અશુભ કરણીથી પાપફળ પ્રાપ્ત થાય છે. માટે આસ્તિક બનીને વિતિગિચ્છા દોષથી સમ્યકત્વને દૂષિત ન કરશે. જિનાજ્ઞાનું આરાધન કરતા રહેશે તે સુખી થશે.
૪. પરાસંડ પ્રશંસા–પર એટલે જેન સિવાયના બીજા ૩૬૩ પાખંડી મતની સારંભી કિયા, મિથ્યાડંબર, અજ્ઞાનકષ્ટ આદિની પ્રશંસા–મહિમા સમકિતી કદાપિ કરે નહિ. કારણ કે સારંભી ક્રિયાની અનમેદનાથી પણ પાપના ભાગીદાર થવાય છે. એટલું જ નહિ પણ, અન્ય અનેક ધમી જેને પરિણામ અસત્ય ધર્મ તરફ ઢળે છે અને આ રીતે તે સમકિતને ઘાતક અને મિથ્યાત્વને પિષક બને છે. માટે આવું દૂષણ સેવી આત્માને દોષિત કરે નહિ, મિથ્યાત્વી પુસ્તકોની પણ પ્રશંસા કરવી નહિ.
પ. પરપાસડ સંથ (પરિચય)–જેવી રીતે મીઠાની સંગતથી દૂધ ફાટીને બગડી જાય છે, તે ધરૂપે રહેતું નથી. તેમ, તેનું દહીં પણ બનતું નથી, માખણ પણ નીકળતું નથી કે છાશ પણ બનતી નથી, એમ સર્વ પ્રકારે તે નિરર્થક બની જાય છે. એવી જ રીતે,