________________
પ્રકરણ ૪ થું : સમ્યકત્વ
૬૨૧
પ્રરૂપવાવાળા, પાદપ્રક્ષાલનાદિ તથા પાંડુર વસ્ત્રાદિથી શરીરની વિભૂષા કરવાવાળા, આ પ્રમાણે ઘણાં વર્ષ સુધી સાધુની ક્રિયા પાલન કરી ઉક્ત પાપની આલેચના, નિંદા કર્યા વિના જ આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ ૨૨ સાગરેપમના આયુષ્યવાળા બારમા દેવકના દેવતા થાય છે.
૧૩. ઉક્ત ગ્રામાદિમાં જિનવચનને ગેપવનાર (ઉત્થાપનાર) . વિપરીત પરિણમાવનાર–૧. જમાલી, ૨. તિસગુપ્ત, ૩. આષાઢાચાર્ય, ૪. અશ્વમિત્ર, પ. ગર્ગાચાર્ય ૬. ગષ્ટમહિલા, અને ૭. પ્રજાપત (જેમનું વર્ણન મિથ્યાત્વ પ્રકરણમાં આવી ગયું છે તે) એ સાત નિબ્લવ સમાન બીજા પણ જે કદાગ્રહી હોય તેઓ વ્યવહારમાં જૈન ધર્મની ક્રિયાના પાલક હોય છે, પરંતુ અશુભ પરિણામેથી મિથ્યાત્વનું ઉપાર્જન કરી મિથ્યાત્વી બને છે, છતાં દુષ્કર કરણીના પ્રભાવથી કદાચિત્ ઉત્કૃષ્ટ ૩૧, સાગરોપમના આયુષ્યવાળા નવ રૈવેયકવાસી દેવ થાય છે.
૧૪. ઉક્ત ગ્રામાદિમાં રહેનાર કેટલાક મનુષ્ય મિથ્યાત્વને ત્યાગ કરી કેટલાક અવિરતિ સમ્યગ્દષ્ટિ (ચેથા ગુણસ્થાનકવતી) અને કેટલાક દેશ વિરતિ (પંચમ ગુણસ્થાનકવતી) શ્રાવક બન્યા છે. તેઓ શ્રત અને ચારિત્રધર્મનું યથાશક્તિ સ્વયં પાલન કરે છે અને અન્ય પાસે કરાવે છે. સમક્તિમાં અતિચાર પણ લગાડતા નથી. સુશીલ સુવતી હોય છે અને સાધુની સેવાભક્તિ કરતા હોવાથી શ્રમણોપાસક કહેવાય છે. એવા શ્રાવકમાંથી કેટલાક શ્રાવકેએ પ્રાણાતિપાતાદિ પાપના –આરંભ સમારંભને તથા વધ, બંધન, તાડન, તર્જનને ત્યાગ કર્યો છે, તથા તેઓ સ્નાન, શંગાર, શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ આદિ ઇદ્રિએના વિષયસેવન ઈત્યાદિમાંથી નિવૃત્તિ પામ્યા છે અને કેટલાકે ઉક્ત કાર્યોની નિવૃત્તિ ન પણ કરી હોય, પરંતુ તેઓ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, (કર્મબંધનનાં કારણ
* ઉકત ૧૩ કલમોમાંથી ૧૦ મી કલમમાં કહેલા જીવો સિવાય બાકીના બધા જીવોની કરણી જિનાજ્ઞાની બહાર હોવાથી તેમને આરાધક કહ્યા નથી: અર્થાત્ તેઓની કરણી વીતરાગની આજ્ઞા બહાર છે. અને પછીની કલમોમાં કહેલા સર્વ જીવો આરાધક હોય છે, તેમની ધર્મકરણી જિનેશ્વરની આજ્ઞામાં છે..