________________
પ્રકરણ ૪ શું: સમ્યકત્વ
૬૧૯
આવી રીતે ક્ષત્રિય જાતિના પણ ૮ તપસ્વી થયા. ૧. સિલાઈ, ૨. શશિહર, ૩. નગ્નઈ, ૪. ભગઈ, પ. વિદેહી, ૬. રાજા, ૭. રામ, અને, ૮. ખલભદ્ર. આ પ્રકારે જ્ઞાનના ધારક અને ક્રિયાના પાલક તપસ્વી આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમના આયુષ્યવાળા પાંચમા બ્રહ્મલેાક દેવલેકમાં દેવતા થયા. ૯. ઉક્ત ગ્રામાદિકમાં વિચરતા જૈન સાધુએ, જેઓ સાધુના આચાર તે બરાબર પાળે છે, પરંતુ આચાય, ઉપાધ્યાય, કુલ, ગણુસંપ્રદાયના સાધુ, ઇત્યાદિ ગુણવંતોના પ્રત્યનિક ( વેરી ) ખનીને તેમની નિંદા કરે, દ્વેષભાવ ધારણ કરે તે તેના પિરણામે તે સમિત વમી મિથ્યાર્દષ્ટિ બની જાય છે, અને મરીને ઉત્કૃષ્ટ ૧૩ સાગરાપમના આયુ૭૦૦ શિષ્ય ( સન્યાસી ) હતા. એકદા તે જેઠ મહિનામાં કપિલપુરથી નીકળી પુરિમતાલપુર જતા હતા, પેાતાની સાથે જે પાણી હતું તે ખૂટી ગયું. અને પાણી લેવાની આજ્ઞા દેનાર અન્ય કોઇ મનુષ્ય તેમને અરણ્યમાં મળ્યું નહિ. અત્યંત તૃષાતુર થયા એટલે પરસ્પર કહેવા લાગ્યા : હવે શું કરવું ? જો આમાંથી એકાદ સન્યાસી વ્રત ભંગ કરી ગંગામાંથી પાણી લેવાની આજ્ઞા આપે તે। બાકીના બધા બચી જાય; પણ પોતપાતાના વ્રતને પ્રાણથી પણ અધિક પ્રિય ગણનાર સંન્યાસીમાંથી કોઈ પણ વ્રત ભંગ કરી આજ્ઞા આપનાર નીકળ્યો નહિ; અને કોઈએ આજ્ઞા આપી નહિ. આથી તેઓ બધા નજીકની ગંગા નદીની ધગધગતી રેતીમાં બેસી ગયા અને અરિહંત, સિદ્ધ તથા ધર્મ ગુરુને નમેાત્ક્ષણના પાઠથી નમસ્કાર કરી જાવજીવને માટે ૧૮ પાપ, ૪ આહારનાં ત્રિકરણ ત્રિયાગે પ્રત્યાખ્યાન કરી સંથારા કરી લીધેા અને તે પણ સમાધિ મરણે મરી બ્રહ્મ દેવલાકમાં દસ સાગરોપમના આયુષ્યવાળા દેવા થયા. વ્રતની કેટલી બધી આશ્ચર્યકારક દૃઢતા ! !
અહીં કોઈ શંકા કરે કે, જીવ રક્ષામાં ધર્મ છે તે તે ૭૦૦ સંન્યાસીમાંથી એક જણે પાણી ગ્રહણ કરવાની આજ્ઞા આપી હોત તે કેટલા મહાન ઉપકાર થાત ? આવા પ્રશ્નકારને પૂછીએ કે ભાઈ ! કોઈ કસાઇએ ૫૦૦ ગાયો કતલ માટે ઊભી કરી છે ત્યાં કોઈ દયાળુ જૈન જઇ ચડયા. તેણે કસાઇને કહ્યું; ભાઈ ! એને મારીશ નહિ; બધી ગાયોની કિંમત હું ભરી આપી તેમને મારે ત્યાં લઈ જાઉં, ત્યારે કસાઇએ કહ્યુ', એમ નહિ, પણ જો તું ફક્ત એકજ ગ્રાસ ગૌમાંસને ગ્રહણ કરી લેતા હો તો હું બધી ગાયા એમ ને એમ છેાડી દઉં. કહા, તે આ પુરુષ માંસ ખાશે . ખરે ? કદી પણ નહિ ખાય. આ જ પ્રમાણે, તે ૭૦૦ સન્યાસીને પોતાનાં વ્રત પ્રાણથી પણ અધિક પ્રિય હતાં, તેથી વ્રતભંગ કરવાનું અનુચિત માની સ થારા કરી સ્વર્ગમાં ચાલ્યા ગયા.