________________
૬૧૮
જૈન તત્ત્વ પ્રકાશ મઠાવલંબી રહી ક્ષમા, શીલ, સંતેષાદિ ગુણના ધારક, નારાયણના ઉપાસક, ટ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, ઇતિહાસ, પુરાણ, નિઘંટુ, વ્યાકરણ, તંત્રશાસ્ત્ર, તિષ, ઈત્યાદિ શાસ્ત્રો તથા તેના અર્થ ગુરુગમથી ધારણ કરી સ્વયં પારગામી બનેલા, બીજાને ભણાવનાર; અક્ષરની ઉત્પત્તિ, છંદ બનાવવાની રીતિ, ઉચ્ચારણ કરવાને વિધિ, અન્વય, પદચ્છેદ કરવા ઈત્યાદિ યેગ્યતા પ્રાપ્ત કરનાર, દાન દેવું, શુચિ રાખવી, તીર્થાટન કરવું ઇત્યાદિ ધર્મ પિતે પાળે, બીજા પાસે પળાવે, આ તાપસે બીજાની આજ્ઞા લઈને ફક્ત ગંગાજળ ગ્રહણ કરે છે, બીજા જળાશયનાં પાણું પણ લેતા નથી. ગંગાજળને પણ ગળીને ઉપયોગમાં લે છે. અણગળ પાણી પીતા નથી.
ગાડી, ઘોડા, નાવ, આદિ ફરતાં, ચરતાં કે તરતાં કઈ પણ વાહનમાં બેસતા નથી, કોઈ પ્રકારના નાટક, ચેટક, ઉત્સવ, ખેલ, તમાશા જોતા નથી, વનસ્પતિને આરંભ પણ સ્વયં કરતા નથી, સ્ત્રી આદિ ચાર વિકથા કરે નહિ, તુંબડું અને કૃતિકાના વાસણ સિવાય. અન્ય ધાતુપાત્ર ધારણ કરે નહિ, પવિત્રી (મુદ્રિકા) સિવાય અન્ય આભરણ ધારણ કરે નહિ, ગેરુઆ રંગ સિવાય અન્ય રંગનાં વા રાખે નહિ. ગોપીચંદન સિવાય બીજા કશાનું તિલક કરે નહિ–એવા. આચારના પાલક, દંડધારક બ્રાહ્મણ જાતિને આઠ તપસ્વી થયા, તેનાં નામ ૧. કૃષ્ણ, ૨. કરકટ, ૩. અવડ, ૪ ૪. પરાશર, ૫. કણિક, ૬. દ્વીપાયન, ૭. દેવપુત્ર, ૮. નારદ
નો મત ચલાવ્યો. વૈષ્ણવ ધર્મના ગ્રંથમાં કહ્યું છે કે, ભગવાનના પુત્ર મનુ, મનુના પુત્ર મરિચિના પુત્ર કપિલ થયા.
૪ કપિલપુરના અંબડ સંન્યાસીએ શ્રી મહાવીર સ્વામીના ઉપદેશથી શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો, પરંતુ પોતાના મતાવલંબીઓને જૈનધમીં બનાવવા માટે તેમણે વેશ પલટાવ્યો નહિ. અંબડ ભદ્રિક ભાવથી છઠ છઠનાં પારણાં કરતાં હતા. ઊંચા હાથ રાખી સૂર્યની આતાપના લેતા હતા. આથી તેમને વૈકિયલબ્ધિ (અનેક રૂપ બનાવવાની શક્તિ ) તથા અવધિજ્ઞાન પ્રાપ્ત થયાં હતાં. લબ્ધિના પ્રભાવે તે પારણા માટે ૧૦૦ ઘરનાં આમંત્રણને સ્વીકાર કરી ૧૦૦ ઘેર પારણું કરવા માટે જતા. તેઓ સમાધિ મરણે મૃત્યુ પામી પાંચમાં બ્રહ્મ દેવલોકમાં દેવ થયા; અને ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મનુષ્ય જન્મ લઈ મોક્ષમાં જશે. આ અંબડ સંન્યાસીને