________________
૬૧૬
જૈન તત્ત્વ પ્રકાશ
..
છે, અલ્પ આરંભ સમાર'ભથી પેાતાની ઉપજીવિકા કરે છે અને જેણે પોતાના પતિ સિવાય અન્ય પુરુષનું સેવન કર્યું નથી, એવી સ્ત્રીઓ મૃત્યુ પામીને ૬૪૦૦૦ વર્ષના આયુષ્યવાળા વાણવ્યંતર દેવ
થાય છે.
પ. ઉક્ત ગ્રામાદિમાં રહેનાર મનુષ્યા અન્ન અને પાણીએ એ દ્રવ્ય સિવાય બીજું કશું ન ભગવે એ જ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ યાવત્ અગિયાર દ્રવ્ય સિવાય બીજું કઈ ન ભોગવે, ગાયની ભક્તિ કરનાર, દેવ તથા વૃદ્ધના વિનય કરનાર, તપ વ્રતનું આચરણ કરનાર, શ્રાવકધર્મનાં શાસ્ત્રોનુ શ્રવણ કરનાર, દૂધ, દહી, ઘી, તેલ, ગાળ, મદિરા, માંસને ત્યાગ કરનાર, ફક્ત સરસવનું તેલ જ ગ્રહણ કરનાર મરીને ૮૪૦૦૦ વના આયુષ્યવાળા વાણવ્યંતર દેવ થાય છે.
૬. ઉક્ત ગ્રામાદિમાં રહેનાર જે તપસ્વી અગ્નિહે।ત્ર કરનાર, ફક્ત એક જ વસ્ત્ર રાખનાર, ભૂમિશય્યા કરનાર, શાસ્ત્રવચન પર શ્રદ્ધા રાખનાર, આછાં ઉપકરણ રાખનાર, કમંડલધારક, ફળભક્ષી, પાણીમાં રહેનાર, શરીર પર માટીને લેપ કરનાર, સદૈવ ઊભા જ રહેનાર, ઊધ્વ (ઊંચા) દંડ રાખી ફરનાર, મૃગ તાપસ, હસ્તી તાપસ, * પૂર્વાંઢ ચારે દિશાને પૂજનાર, વલ્કલધારી, સદૈવ રામ રામ, કૃષ્ણ કૃષ્ણે રટનાર, ખાડામાં કે ખીલમાં રહેનાર, વૃક્ષની નીચે રહેનાર, ફક્ત પાણી પીને જ રહેનાર, વાયુભક્ષી, મૂલ આહારી, કંદ આહારી, પત્ર આહારી, પુષ્પ આહારી, સ્નાન કરી ભાજન કરનાર, પ'ચધૂણી તપનાર, શીતતાપાદિ કષ્ટ સહનાર, સૂર્યની આતાપના લેનાર, પ્રજવલિત અંગારની પાસે સદા રહેનાર, ઇત્યાદિ અનેક પ્રકારનાં અજ્ઞાન તપ કરનારા આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ એક પલ્યાપમ ઉપર એક લાખ વર્ષના આયુષ્યવાળા (ચંદ્ર વિમાનવાસી) જ્યાતિષી દેવ થાય છે.
*
એકે દ્રિયની અપેક્ષા પંચે દ્રિયની અનંતગુણી પુનાઈ અધિક હાવાથી પ`ચેંદ્રિયના વધમાં બહુ પાપ થાય છે. પંચેન્દ્રિયવધ નરકાવતારના કારણભૂત છે. આ પ્રકાર ની સાચી સમજ આ તાપસામાં ન હોવાથી અને સર્વ જીવાને સમાન માનતા હેાવાથી માત્ર એક જ જીવના વધથી ઘણા દિવસ પ ત પેાતાની ઉપજીવિકા ચલાવવામાં ધમ માનીને હાથીને કે મૃગના વધ કરી તેનું ભક્ષણ કરે છે તેવા તાપસે.