________________
પ્રકરણ ૪ થ્રુ : સમ્યક્ત્વ
૬૧૭
૭. ઉક્ત ગ્રામાકિમાં કેટલાક જૈન દીક્ષા ધારણ કરેલા સાધુ હાય છે. તેઓ સાધુની ક્રિયાનું પાલન તે કરે છે, પરંતુ કામ જાગૃત થાય તેવી વિકથા કરવાવાળા, નેત્ર મુખાદિકની કુચેષ્ટા કરવાવાળા, અયોગ્ય નિજ વચન એલવાવાળા, વાજિંત્રની સહાયથી સ`ગીત કરવાવાળા, સ્વય' નૃત્ય કરે, અન્યને નચાવે, ઇત્યાદિ કર્માનું ઉપાર્જન કરતા થકા ઘણાં વર્ષ સુધીની–ક્રિયાનું પાલન કરે છે, પરંતુ ઉક્ત પાપકની આલેચના, નિંદા, ગાં કર્યાં વિના જ આયુષ્ય પૂર્ણ કરે તા એક પલ્ટ પર એક હજાર વર્ષોંના આયુષ્યવાળા પહેલા સુધ દેવલાકમાં કદ્રુપ જાતિના દેવતા થાય છે.
*
૮. ઉક્ત ગ્રામાદિકમાં દીક્ષિત તાપસ જેવા કે—સાંખ્ય મતિ, અષ્ટાંગ ચેગના જ્ઞાતા અને સાધક, કપિલકૃત શાસ્ત્રના માનનાર, વનમાં નિવાસ કરનાર, નગ્ન રહેનાર સદૈવ પરિભ્રમણ કરનાર તથા ‘ભરત ચક્રવર્તીના પુત્ર મરિચિએ શ્રી ઋષભદેવ ભગવાન પાસે જૈન દીક્ષા લીધી હતી, પરંતુ સાધુનાં દુષ્કર વ્રતોનું પાલન કરવા તે અસમ બન્યા અને પુન: સંસારી થવામાં શરમ માની એટલે મન:કલ્પિત વેષ ધારણ કર્યો. તે વિચારવા લાગ્યા કે, અન્ય સાધુએ નિળ વ્રત પાળે છે અને હું તે વ્રતભંગ કરી મલિન બન્યો એટલે મારે ભગવાં વસ્ત્ર ધારણ કરવાં ઉચિત છે, અન્ય સાધુ તે જિનાજ્ઞારૂપ છત્રના ધારણહાર છે; મેં તા જિનાજ્ઞાના ભંગ કર્યો એટલા માટે મારે વાંસનું છત્ર ધારણ કરવું ઉચિત છે. અન્ય સાધુ મનાદિ ત્રણ દંડથી વિરમ્યા છે, હું એ ત્રણે દંડથી દડિત બન્યો તેથી મારે ત્રિદંડ (ત્રિકોણ લાકડી ) રાખવું ઉચિત છે, ઈત્યાદિ મન:કલ્પનાથી નવા વેષ ધારણ કરી, ઋષભદેવ ભગવાનની સાથે વિચરવા લાગ્યા. સમવસરણની બહાર રહીને લોકોને ઉપદેશ કરતા હતા; અને જેમને વૈરાગ્ય ઊપજે તેમને ભગવાન પાસે દીક્ષા લેવા મેાકલતા.
અન્યદા રિચિ બીમાર થયા ત્યારે વૈયાવૃત્ય અર્થે શિષ્ય બનાવવાની તેમને ઈચ્છા થઈ; તે અરસામાં કિપલ નામના એક ગૃહસ્થ આવ્યા અને ઉપદેશ સાંભળી વૈરાગ્યવંત થયા. તેમને ભગવાન ઋષભદેવ પાસે જવાનું કહ્યું, પણ તેઓ ગયા નહિ ત્યારે મરિચિએ તેમને પેાતાના શિષ્ય બનાવ્યા, તત્પશ્ચાત્ મરિચિ મૃત્યુ પામી
દેવ થયા.
ત્યારબાદ કપિલને અસુરી નામક શિષ્ય થયા, તેને અપઠિત છેાડી કપિલ પણ મૃત્યુ પામ્યા અને બ્રહ્મલેાક દેવલાકમાં દેવતાપણે ઊપજ્યા; અને દેવલેાકમાંથી પાછા આવી અસુરીને ભણાવ્યા, કપિલે સાંખ્યમતના શાસ્ત્રોની રચના કરી