________________
૬૦૮
જૈન તત્ત્વ પ્રકાશ ચોથે બેલે શુદ્ધતા ૩ જેમ લેહીથી ખરડાયેલું વસ્ત્ર લેહીમાં છેવાથી શુદ્ધ થતું નથી. ઊલટું, વિશેષ બગડે છે. તેવી જ રીતે આરંભ સમારંભના કૃત્ય કરી જેઓ આત્મવિશુદ્ધિ કરવા ઈચ્છે છે તેમને આત્મા ઊલટો વધારે મલિન બને છે, અને આવો મલિન બનેલે આત્મા નિરારંભી–નિરવદ્ય ક્રિયા કરવાથી જ પવિત્ર બને છે, આવું જાણી જે સમકિતી જીવ હોય. છે તે પિતાના આત્માને વિશુદ્ધ કરવા માટે આરંભના કામેથી યથાશક્તિ દૂર રહે છે અને આરંભનાં કાર્યોમાં રક્ત દેવ, ગુરુ, ધર્મને ત્યાગ કરે છે. કારણ કે જેમની ઉપાસના. સેવાભક્તિ, ધ્યાન, સ્મરણ કે સંગતિ કરવામાં આવે છે તેવી જ બુદ્ધિ થઈ જાય છે.
એમ કહેવાય છે કે, ભમરી કીડાને પકડી લાવે છે અને પછી. તેને માટીનું ઘર બનાવી તેમાં ગાંધી રાખે છે, અમુક સમય બાદ તે કીડે ભમરી બની બહાર નીકળે છે. ધ્યાનનું મહત્ત્વ અને સંગીતનું ફળ સમજાવવા માટે શાસ્ત્રવેત્તાઓ આ દષ્ટાંત આપે છે.
આવી જ રીતે, કામાદિ ષડુ રિપુઓના પાશમાં ફસાયેલા દેવ, ગુરના જેઓ ઉપાસક બને છે, તેમના દર્શાવેલા ધર્મનું આચરણ કરે છે તે જીવ કમી, કધી થઈ માયાજાળમાં ફસાઈ ભવભ્રમણ વધારે છે; અને કામાદિ શત્રુઓને જીતનારા દેવ ગુરુની ઉપાસના કરે છે, તેમણે બતાવેલા ધર્મની આરાધના કરે છે, તેઓ કામાદિ શત્રુઓને છતી આ ભવ પરભવમાં પરમ સુખી બને છે.
આવું જાણું સમકિતી જીવ નિરારંભી દેવ, ગુરુ, ધર્મને મનથી ભલા જાણે છે, વચનથી તેમનાં ગુણગાન કરે છે અને કાયાથી તેમને જ નમસ્કાર + કરે છે, આથી તેમના વિચાર, ઉચ્ચાર અને આચાર એ + भवन्ति नम्नास्तरवः फलौद्दगमै, नवाम्बुभिभूमिवीलम्बिता धनाः । अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः विनम्नतोह्येव परोपकारिणाम् ।
અર્થ-ફળ આવવાથી વૃક્ષો નમે છે, જળ ભરાવાથી મેઘ પૃથ્વી પર ઝકે છે, તે જ પ્રમાણે સમૃદ્ધિ પ્રાપ્ત થતાં પુરુષો ઉદ્ધત ન થતાં વિશેષ નમ્ર બને છે. નમ્રતા એ જ પરોપકારી જનોનું ભૂષણ છે.