________________
૬૧૩
પ્રકરણ ૪ થું : સમ્યકત્વ તરત આરામ થતું નથી, પરંતુ નિયમસર કેટલેક કાળ તેનું સમય સમય પર સેવન કરતે રહે અને પથ્ય બરાબર પાળે તે તેને ગુણકારી નીવડે છે. તે હે ભવ્યો ! વિચાર કરો કે છેડા જ કાળથી ઉત્પન્ન થયેલા રોગને નાશ કરવામાં પણ આટલે કાળ લાગે છે તે અનાદિ સંબંધવાળા ભવરોગને નાશ તત્કાળ કેમ થઈ શકે ? જેઓ વિશ્વાસપૂર્વક ધર્મ કરણરૂપ ઔષધનું સેવન કરી, દેવત્યાગ રૂપી પથ્યનું પાલન કરતા રહેશે, તેમને તેનું ફળ સુખ સંપદાની પ્રાપ્તિ રૂપ કાલાંતરે અવશ્ય મળશે.
આગ્રાદિ વૃક્ષને નિત્ય પાણી સીંચતા રહીએ, તેનું બરાબર જતન રાખીએ તે પણ ફળની પ્રાપ્તિ તો કાળ પરિપકવ થયે જ થાય છે. આંબે રોપીને તરત જ ફળ ખાવાની ઈચ્છા તે મૂર્ખ સિવાય બીજું કેણ કરશે? મહા પરિશ્રમે ખેતરને ખેડી શુદ્ધ કરી તેમાં વાવેલું બીજ પણ કાલાંતરે જ ફળદાયી નીવડે છે. તેવી જ રીતે, કરણીનાં ફળ પણ અબાધાકાળ પરિપકવ થયા બાદ અવશ્ય પ્રાપ્ત થાય છે.
દષ્ટાંત : કોઈએ વૈદ્યરાજને પૂછયું કે, બળવર્ધક કઈ વસ્તુ છે? વૈદ્યરાજે કહ્યું કે દૂધનું સેવન કરવાથી બળ વધે છે. આ સાંભળી તે માણસે તે જ વખતે પેટ ભરીને દૂધ પી લીધું અને પછી મલ્લેની સાથે કુસ્તી લડે, પણ મલ્લકુસ્તીમાં તે હારી ગયે, ત્યારે કે ધાતુર થઈ વૈદ્યરાજને કહેવા લાગ્યું કે તમે આવી જૂઠી દવા બતાવીને ફેકટ મારી ફિજેતી કરાવી ! વૈદ્યરાજ હસીને બોલ્યા, ભાઈ! મારી દવા તે સાવ સાચી છે, પણ ગુણ તે જેમ થતું હોય તેમ એગ્ય કાળે જ થાય.
આવી જ દશા કેટલાક ઉછાંછળા મનુષ્યની જોવામાં આવે છે કે જેઓ ધર્મકરણનાં ફળ તત્કાળ મળવાની અપેક્ષા રાખે છે. વર્તમાનમાં ધર્માત્માની દુઃખી અવસ્થા દેખાય છે તે હમણાં કરેલ ધર્મકરણીનું ફળ નથી. પણ પૂર્વોપાર્જિત પાપ-કર્મોદયનું જ બળ છે, ધર્મ તે નિશ્ચયથી સુખદાતા જ છે, પરંતુ પૂર્વે ઉપજેલાં અશુભ કર્મોને ક્ષય થયાં વિના શુભ કર્મોદય શી રીતે થાય ?